Showing posts with label GUJARATI POEMS. Show all posts
Showing posts with label GUJARATI POEMS. Show all posts

જીવનના સાત પગલા


જીવનના સાત પગલા
1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે
ભગવાનની ભેટ છે.
(2) બચપન——-મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે,
જે ડૂબી શક્યો તે
તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ
છે,મેળવવાની
અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન
છે, ફના
થવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને
આપવાની પણ
ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ——–વિત
ેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર
છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7)મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડી
એ કર્મ તૂટશે,
પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે.
સાત પગલા પૂરા થશે…..

શબ્દો મને હવે ક્યા મળે છે,


શબ્દો મને હવે ક્યા મળે છે,
તારા વગર એવા થયા હાલ મારા,
જેમ પાણી વગર ફુલ ક્યા ખીલે છે,
તુ છે તો આ જગત પોતાનુ લાગે,
નથી તુ સાથે તો દિલ ક્યા હસે છે,
એવા તે હાલ કર્યા તે ઓ બેદર્દ્,
શરાબી માટે પ્યાલો શરાબનો ભરેલો ક્યાં છે,
દિલ મા અંધારુ થયેલુ લાગે મને એવુ,
માની લીધુ કે શમા વગર અજવાળુ ક્યાં થાય છે.

દીકરો vs દીકરી


  • • દીકરો વારસ છે
  • • દીકરી પારસ છે!
  • • દીકરો વંશ છે
  • • દીકરી અંશ છે!
  • • દીકરો આન છે
  • • દીકરી શાન છે!
  • • દીકરો તન છે
  • • દીકરી મન છે!
  • • દીકરો માન છે
  • • દીકરી સ્વમાન છે!
  • • દીકરો સંસ્કાર છે
  • • દીકરી સંસ્કૃતિ છે!
  • • દીકરો આગ છે
  • • દીકરી બાગ છે!
  • • દીકરો દવા છે
  • • દીકરી દૂવાં છે!
  • • દીકરો ભાગ્ય છે
  • • દીકરી વિધાતા છે!
  • • દીકરો શબ્દ છે
  • • દીકરી અર્થ છે!
  • • દીકરો ગીત છે
  • • દીકરી સંગીત છે!
  • • દીકરો પ્રેમ છે
  • • દીકરી પૂજા છે!
  • • દીકરો વાદળ છે અને વરસે છે
  • • દીકરી ધરતી છે અને તરસે છે!
  • • દીકરો એક પરિવારને તારે છે
  • • દીકરી દસપરિવારને તારે છે!!

દિવાલો પર ની માટી હવે ખરે છે


દિવાલો પર ની માટી હવે ખરે છે,

કોણ કહશે ગાંધી નો ચરખો ફરે છે,

અમુલ્ય જ્ઞાન ધરાવનાર પણ ચુપ,

નેતાઓ પોતાના ખીસ્સાઓ ભરે છે,

ગરીબ બીચારો સહે મુંગે મોઢે અહીં,

મોંઘવારીથી ઘણો ગરીબીમાં ગરે છે,

નવીનરીતે પ્રવેશી રહી ગુલામી પ્રથા,

પે'લા લલચાવી ગોરાઓ પૈસો ચરે છે,

શરમ પણ ન રહી આપણા ચુટાંયેલોમાં,

થપ્પડ ખાઇને પણ આનંદથી વીસરે છે,

આતંક સહ્યો,અર્થતંત્ર ને ખળભળાવ્યુ,

ઝીણ ઝીણ ભારતનો પાયો હવે ઝરે છે.

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,


ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.

મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.

હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.

હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી


હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી
આ ટીલડી કોણે જડી ?
વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં
ચકમકતી કીકીઓ કોણે મઢી ?

હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પોં'ચે
ત્યાં કૂંપળો કોણે કરી ?
વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી
મીઠી ધાર કોણે ભરી ?

હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની
ઝૂંપડી કોણે મઢી ?
વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી
ભમરડી કોણે કરી ?

હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી
આંખ મારી કોણે કરી ?
વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ
આભલાની ચૂંદડી કોણે કરી ?

સમેટી લો હવા, જો શક્ય હો,બે હાથથી

સમેટી લો હવા, જો શક્ય હો,બે હાથથી
કહે છે શ્વાસના ભાવો વધે મધરાતથી

હવે બસ છૂટ હળવા સ્મિતની બે હોઠ પર
ગુનો, અટ્ટહાસ્યનો, ગંભીર બનશે આજથી

નારી અફવા મહેકતી ચોતરફ આ બાગમાં
પ્રદુષણ સહેજ પણ ફેલાય નક્કર વાતથી

બળાત્કારો, ડ્કેતી, ખૂન, ચોરી અપહરણ
અચંબો કોઈ નાં પામે હવે હાલાતથી

ધરમને બાનમાં મૌલા ને સંતોએ લીધો
ખુદા ને ઈશ્વરો જોયા કરે છેબહારથી

સુદર્શન ચક્રધારી દ્વન્સ્કારી, આપખુદ
અમારે કૃષ્ણ જેવો જોઈએ એક સારથી

ટેરવાં ની વાત હતી


ટેરવાં ની વાત હતી
સ્પર્શ ને ઊછેરવા ની વાત હતી,
સાવ સીધી ટેરવાં ની વાત હતી.

આંખને ઝુકાવી ને જે ઢોળી તે,
આંખમાં ઊમેરવાની વાત હતી.

થોર જેવા આપણા વહેવારથી,
લાગણી ને ઘેરવા ની વાત હતી.

આંખ ના વેરાન ખેતરો મહીં,
મોતીઓને વેરવાની વાત હતી.

જીભની રેશમી કરવત હતી,
ને હૈયું વહેરવાની વાત હતી.

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,


ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ.

કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.

ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ.

વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,
હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ.

કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,
હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.

કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,
એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.

સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?

સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?

સમય ને સમયનુ કામ કરવા દીધુ તો


સમય ને સમયનુ કામ કરવા દીધુ તો
સમયની સાથે સમયની ફરિયાદ ગઇ.

સારો કે ખરાબ સમય હોતો નથી કદી
અપેક્ષા પ્રમાણ જ તો ખરો આધાર છે

સમય તો વાત કહેતો ટીક ટીક કરતા
દરેકે દરેક સમય આવે છે, જતો રહેવા

સમય વર્તે સાવધાન એ વાત સર્વ સાચી
સમય વિના વરસેલ મેહ, વ્યર્થ તે પાણી

એને શું થયુ છે?



યશોદા મૈયા, તારો કનૈયો, જરા પણ ન સુધરે, એને શું થયુ છે?
કોઇનુ માખણ, કોઇની ઊંઘ, કોઇનુ ચીત, ચોરે, એને શું થયુ છે?

મુરલી ધરનારો, તારો લાડલો, વગાડે વાંસળી અડધી રાતના,
સાસુ, નણંદ જો સાંભળે, લાગે ખરાબ, બોલાવે અડધી રાતના,
વાંસળી વગાડી, સૌ ને જગાડી, રમવા રાસ બોલાવે,એને શું થયુ છે?
કોઇનુ માખણ, કોઇની ઊંઘ, કોઇનુ ચીત, ચોરે, એને શું થયુ છે?

માખણ નથી શું તેને, શા માટે સખા સાથે માખણ ચોરતો,
ઉપર લટકાવી માટલી, તો પણ તેને તે નથી છોડતો,
પોતે તો ખાય, બીજાને પણ ખવડાવે, આમ મુજને પજાવે, એને શું થયુ છે?
કોઇનુ માખણ, કોઇની ઊંઘ,કોઇનુ ચીત, ચોરે, એને શું થયુ છે?

કેમ રે કહેવુ મારે, લાજ આવે રે મુજને,
રોકુ તો કેમ રોકુ, ન ગણકારે એ મુજને,
ચીર ચોરે, ચુપચાપ છુપાય, કેમ લાજ બચાવીયે, એને શું થયુ છે?
કોઇનુ માખણ, કોઇની ઊંઘ, કોઇનુ ચીત, ચોરે, એને શું થયુ છે?

હું મેના....



હું મેના....
મુક્ત ગગનમાં વિહરતી ને આકાશે વાતો કરતી...
ડાળીએ ડાળીએ બેસતી ને મીઠાં ગીતો ગાતી.....
જીવનસંગીતના સૌ રાગોમાં મસ્તીથી ઝૂમતી........

એક દિવસ અનાયાસે......
આ મેના એક પિંજરે પૂરાઇ ગઇ,
મોટું પિંજર હતું વિશાળ સોનાનું,
ઉડી શકાતું એમાં પણ...
જંજીર બાંધી હતી પગે મારે એક સોનાની...
હું મેના ગીતો ગાતી હવે ..

પણ.......
એ ગીતોમાં યાદ હતી એ જંગલની...
એ ગીતોમાં યાદ હતી એ ડાળીની....
એ ગીતોમાં યાદ હતી મુક્ત વિશાળ ગગનની....
એ ગીતોમાં યાદ હતી ઊંચી ઉડાનની.......

પણ હવે પિંજરાથી પ્રેમ કરી લીધો છે....
પિંજરે પૂરનારનાં પ્રેમમાં કેદ થઇ ગીત ગાતાં શીખી લીધું છે....

હું મેના હતી ક્યારેક વિશાળ મુક્ત ગગનની.........

જીંદગી મારી પાસે આવી...








જીંદગી મારી પાસે આવી...

એણે મને કહ્યું તું ઊંચે આકાશે ઉડ...
પણ એણે મારી પાંખો કાપી લીધી.
જીંદગીએ કહ્યું'તું દોડ અને પહેલી આવ,
પણ એણે મારા પગ સાંકળે બાંધી દીધા.
જીંદગીને પાછું ટીખળ સૂજ્યું તો કહે એક સુંદર ચિત્ર બનાવ,
પણ એણે મારી આંગળીઓ થીજાવી દીધી...

હવે????

જીંદગીનાં એ પડકારો મેં ઝીલી લીધા...
મેં જીંદગીની સામે સંઘર્ષ છેડ્યો એવો કે.....
જીંદગીએ પોતે મને પાંખો આપી દીધી.
મારા પગ છોડી દીધા...
મારી આંગળીઓ ફરકાવી દીધી....

એ શું હતું ???

એ હતી મારી જીજીવિષા...
એ હતો મારો જીંદગીમાં વિશ્વાસ ...
એ હતો મારો ઝઝૂમી લેવાની પ્રેરણા......

મેં તો જવાબ માંગ્યો હતો

મેં તો જવાબ માંગ્યો હતો તારી પાસે ...
તું મને સવાલ બનીને   કેમ મળે છે ????
તારામાં શોધતી રહી એક છાંય ઠંડી શી ,
તું મને ધોમધખતો તડકો થઇ શેં મળ્યો ???
તકદીરમાં હતી મળવાની રેખા 
તો ભૂંસી નાખવી હતી એ તમામ રેખાઓ 
જે મારા સુધી આવી હતી !!!!!
એ રેખાઓ ઉપર ખુદ ચાલીને આવ્યો 
મારી પાસે મારી નજીક 
છતાંય નફરત થઇ કેમ મળ્યો ????
કોણ કહે છે દરેક ઇન્સાન હોય પ્રેમને કાબિલ...
જે સાક્ષાત પ્રેમ જ હોય એને દર્દ દેવા કેમ મળ્યો ????

કહી દો આ સ્વપ્ન નથી .....

ક્યાં જાણતા હતા આપણે
કિસ્મતની કોઈ રેખા પર ચાલતા ચાલતા
એક દિવસ હથેળી પર ફરી ભેગા થવાશે ???
લખાઈ જવાશે એક નામ બની !!!
ક્યાંક જોયેલું એક શમણું
ક્યાંક અચાનક આવેલો એક વિચાર
ક્યાંક ધડકી ગયેલું હૃદય
ક્યાંક ખોવાઈ ગયેલું મન
ક્યાંક ચમકી ને ઓઝલ થયેલી એક તસ્વીર
ક્યાંક હસી ઉઠેલો મનના પટ પર એક ચેહરો
બસ આજે બધું હથેળી પર દેખાતું હતું .....
એજ ચેહરો ,એજ તસ્વીર ,
જેણે શમણામાં દીધેલો સાદ
જેનો એક વાર આવેલો વિચાર
જે વિચારે જોરથી ધડકતું હતું હૃદય
જેણે ખોઈ નાખેલું મનનું સરનામું .........
મારો હાથ સ્પર્શીને કહી દો એ રેખાને
કહી દો આ સ્વપ્ન નથી .....

પહેલો પ્રેમ અધુરો રહી ગયો.......


ખબર નથી એને હું શું કહી ગઇ પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે.. જ્યારે એને બીજો જીવનસાથી મળી ગઇ બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં…. બધુ જ ચુપચાપ સહી ગઇ.. સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને, બાકી તો જીવતી જ સાગરમાં ડુબી ગઇ, મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું નહિતર મારા દર્દ તો ચુપચાપ જ પી ગઇ, રડાવી જાય છે ક્યારેક એની યાદ મને… કારણ કે મારો ‘પહેલો પ્રેમ અધુરો રહી ગયો.......

આ દુનિયામા હર કોઇને ગમતી વસ્તુ નથી મળતી.



આ દુનિયામા હર કોઇને ગમતી વસ્તુ નથી મળતી.
મળવા ખાતર મળી જાય છે બધુ,મન ને શાંતિ નથી મળતી.


કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે,
પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી.


જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી.
મનમા અવિરત તરવરતી હોય છે, એ આક્રુતિ નથી મળતી.


પ્રેમમાં મળી તો જતા હોય છે મન,પણ નસીબની રેખા નથી મળતી.
ચાલી નીકળે છે બધા પ્રેમના માર્ગે પણ, દરેકને મંજીલ નથી મળતી.....





મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં




મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં
કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.
એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે,
ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે;
મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં
કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.
માટીની ઈચ્છા કૈ એવી તું ચાલે તો અંકિત પગલાં હો તારાં એટલાં,
મારા મળવાના તારા મનમાં અમાપ રાત દિવસો સદાય હોય જેટલાં;
મને આંખોના ઓરડામાં રોકતી નહીં
કે મારું હોવું તારાથી ભરપૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

મન રે તું ધીરજ ધર તું કોઈ નો મોહ ન કર


મન રે તું ધીરજ ધર તું કોઈ નો મોહ ન કર
મન છે ચચલ પણ તું ખુશી કે તું ગમ ન કર

મનને જે મોહે તેનો પણ તું કોઈ મોહ ન કર
મન સાથે જેનું મન મળે બીજાનો મોહ ન કર

મન રે તું મોન ધર આટલો બધો સોર ન કર
તકદીરમાં હસે તે મલસે,તું દોડ દોડ ન કર

મનમાં હસ કે રડ જાહેરમાં ખુશીકે શોક ન કર
બધ મુઠી લાખની મનની વાત તું જાહેર નકર

મન રે તું સાગર,મનમાં ભરતી ને ઓટ ન કર
તારામાં છે ધીરજ ના મોતી તેને કોલસો ન કર

મનને કોઈ શકે બાધી?આવી તું કોશિશ ન કર
મનને ન માર તું, મનનું સંભાળ,તે કહે તેમ કર

ચાંદ પર ન ફર આભને આંબવાની કોશિશ ન કર
ખુશીમાં નહસ ગમમાં ન રડ મનને સ્થિતપ્રગ્ન કર

કોઈ મારા માંથી જાણે અશ્કની જેમ વહી ગયું,

કોઈ મારા માંથી જાણે અશ્કની જેમ વહી ગયું,
એમનું તો કંઈ નહીં પણ સ્વપ્ન મારું રુંધઈ ગયું,

શ્વાસની સરગમ પર જાણે પાંજરું બંધાઈ ગયું,
રક્ત પણ વહેવું મૂકી ને કાળજે ગંઠઈ ગયું,

સમયના સળિયાની પાછળ જીવન એવું પૂરાઈ ગયું,
કોઈ બન્યું હતું ક્યારેક અશ્ક એ યાદ પણ ના રહ્યું,

હોય છે સંજોગનો ખેલ આખરે સમજાઈ ગયું,
કોઈ મારા માંથી જાણે અશ્કની જેમ વહી ગયું.