સમેટી લો હવા, જો શક્ય હો,બે હાથથી

સમેટી લો હવા, જો શક્ય હો,બે હાથથી
કહે છે શ્વાસના ભાવો વધે મધરાતથી

હવે બસ છૂટ હળવા સ્મિતની બે હોઠ પર
ગુનો, અટ્ટહાસ્યનો, ગંભીર બનશે આજથી

નારી અફવા મહેકતી ચોતરફ આ બાગમાં
પ્રદુષણ સહેજ પણ ફેલાય નક્કર વાતથી

બળાત્કારો, ડ્કેતી, ખૂન, ચોરી અપહરણ
અચંબો કોઈ નાં પામે હવે હાલાતથી

ધરમને બાનમાં મૌલા ને સંતોએ લીધો
ખુદા ને ઈશ્વરો જોયા કરે છેબહારથી

સુદર્શન ચક્રધારી દ્વન્સ્કારી, આપખુદ
અમારે કૃષ્ણ જેવો જોઈએ એક સારથી