મેં તો જવાબ માંગ્યો હતો તારી પાસે ...તું મને સવાલ બનીને કેમ મળે છે ????તારામાં શોધતી રહી એક છાંય ઠંડી શી ,તું મને ધોમધખતો તડકો થઇ શેં મળ્યો ???તકદીરમાં હતી મળવાની રેખાતો ભૂંસી નાખવી હતી એ તમામ રેખાઓજે મારા સુધી આવી હતી !!!!!એ રેખાઓ ઉપર ખુદ ચાલીને આવ્યોમારી પાસે મારી નજીકછતાંય નફરત થઇ કેમ મળ્યો ????કોણ કહે છે દરેક ઇન્સાન હોય પ્રેમને કાબિલ...જે સાક્ષાત પ્રેમ જ હોય એને દર્દ દેવા કેમ મળ્યો ????