મન રે તું ધીરજ ધર તું કોઈ નો મોહ ન કર


મન રે તું ધીરજ ધર તું કોઈ નો મોહ ન કર
મન છે ચચલ પણ તું ખુશી કે તું ગમ ન કર

મનને જે મોહે તેનો પણ તું કોઈ મોહ ન કર
મન સાથે જેનું મન મળે બીજાનો મોહ ન કર

મન રે તું મોન ધર આટલો બધો સોર ન કર
તકદીરમાં હસે તે મલસે,તું દોડ દોડ ન કર

મનમાં હસ કે રડ જાહેરમાં ખુશીકે શોક ન કર
બધ મુઠી લાખની મનની વાત તું જાહેર નકર

મન રે તું સાગર,મનમાં ભરતી ને ઓટ ન કર
તારામાં છે ધીરજ ના મોતી તેને કોલસો ન કર

મનને કોઈ શકે બાધી?આવી તું કોશિશ ન કર
મનને ન માર તું, મનનું સંભાળ,તે કહે તેમ કર

ચાંદ પર ન ફર આભને આંબવાની કોશિશ ન કર
ખુશીમાં નહસ ગમમાં ન રડ મનને સ્થિતપ્રગ્ન કર