Showing posts with label Gujarati articals. Show all posts
Showing posts with label Gujarati articals. Show all posts

દીકરો vs દીકરી


  • • દીકરો વારસ છે
  • • દીકરી પારસ છે!
  • • દીકરો વંશ છે
  • • દીકરી અંશ છે!
  • • દીકરો આન છે
  • • દીકરી શાન છે!
  • • દીકરો તન છે
  • • દીકરી મન છે!
  • • દીકરો માન છે
  • • દીકરી સ્વમાન છે!
  • • દીકરો સંસ્કાર છે
  • • દીકરી સંસ્કૃતિ છે!
  • • દીકરો આગ છે
  • • દીકરી બાગ છે!
  • • દીકરો દવા છે
  • • દીકરી દૂવાં છે!
  • • દીકરો ભાગ્ય છે
  • • દીકરી વિધાતા છે!
  • • દીકરો શબ્દ છે
  • • દીકરી અર્થ છે!
  • • દીકરો ગીત છે
  • • દીકરી સંગીત છે!
  • • દીકરો પ્રેમ છે
  • • દીકરી પૂજા છે!
  • • દીકરો વાદળ છે અને વરસે છે
  • • દીકરી ધરતી છે અને તરસે છે!
  • • દીકરો એક પરિવારને તારે છે
  • • દીકરી દસપરિવારને તારે છે!!

એક માણસ પોપટ ખરીદવા દુકાને ગયો


એક માણસ પોપટ ખરીદવા દુકાને ગયો. એણે દુકાનદારને ભાવ પૂછ્યો :
દુકાનદાર : ‘જમણી બાજુનો પોપટ રૂ. 2000માં.’
ગ્રાહક : ‘એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એને કોમ્પ્યુટર આવડે છે.’
ગ્રાહક : ‘ડાબી બાજુનો પોપટ કેટલાનો ?’
દુકાનદાર ; ‘એનો ભાવ રૂ. 5000.’
ગ્રાહક : ‘એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એ પ્રોગ્રામિંગ જાણે છે.’
ગ્રાહક : ‘ને આ ત્રીજો જે વચ્ચે છે તે ? એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એનો ભાવ રૂ. 10,000. પ્રમાણિકતાથી કહું તો મેં એને કદી કંઈ કરતા જોયો નથી. પરંતુ બાકીના બે પોપટ એને ‘બોસ’ કહે છે !

માતા એ પ્રેમની યુનિવર્સિટી છે…!


માતા એ પ્રેમની યુનિવર્સિટી છે…!

માતા એ પ્રેમ નામની યુનિવર્સિટી ચલાવે છે,
તેમાં દરેક પ્રકારના સ્નાતક, અનુસ્નાતક કક્ષાના કોર્ષો ચાલે છે,
પણ બાળકે યોગ્ય કોર્ષ પસંદ કરવાનો છે.
આ કોર્ષોમાંથી કેટલાક કોર્ષો 5 વર્ષ માટેના તો કેટલાક
આજીવન ચાલતો અભ્યાસક્રમ છે.
સહકાર, ધગશ, ધૈર્ય, સહનશીલતા એ સર્વે ડિપ્લોમાં ટાઈપ ચાલતા કોર્ષ છે.

પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે


પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે
સ્વપ્ન ટૂટતા રહે ને આંખ જાગતી રહે
બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં
અને વસંતના પવનની ફાંસ વાગતી રહે
 
આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ
 
ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે
બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે

એક છોકરી


એક છોકરી સાસરે વઈ ગઈ,
કાલ ની દીકરી આજ વહુ થઇ ગઈ.,
ગઈ કાલે જલસા કરતી છોકરી
હવે સાસરીયા ની સેવા કરતી થઇ ગઈ.,
કાલની ડ્રેસ ને જીન્સ પેહરતી છોકરી
આજ સાડી પેહરતી થઇ ગઈ.,
પિયર માં વેહતી ચંચલ નારી
સાસરી માં ધીર-ઘમ્ભીર થઇ ગઈ.,
રોજ જલસા થી પૈસા વાપરતી છોકરી
આજે શાક-ભાજી ના ભાવ કરાવતી થઇ ગઈ.,
કાલ સુધી Scooty ફૂલ સ્પીડ એ ચલાવતી છોકરી
આજ bike માં પાછળ બેસતી થઇ ગઈ..!

ગઈ કાલ સુધી ૩ વખત બિન્દાસ જમતી છોકરી
આજે ૩ વખત જમવાનું બનાવતી થઈ ગઈ.,
હમેશા પોતાનું ધાર્યું કરતી છોકરી
આજે પતિને પૂછી ને કરતી થઇ ગઈ.,

મમ્મી પાસે કામ કરાવતી છોકરી
આજે સાસુ નું કામ કરતી થઇ ગઈ., ♥
બેન-ભાઈ સાથે લડતી છોકરી
નણંદ નું માન કરતી થઇ ગઈ.! ♥

ભાભી સાથે મજાક કરતી છોકરી
જેઠાની નું આદર કરતી થઇ ગઈ,
પિતા ની અંખ નું પાણી
આજ સસરા ના ગ્લાસ નું પાણી થઇ ગઈ..!
ને તો પણ લોકો કહે છે કે
-વાહ અમારી દીકરી તો સાસર્યામાં લહેર કરતી થઇ ગઈ..! ♥♥♥

બધા મિત્રો ને દિવાળી ને હાર્દિક શુભેચ્છા પણ આ વાંચવાનું નું ભૂલતા નહિ.


બધા મિત્રો ને દિવાળી ને હાર્દિક શુભેચ્છા પણ આ વાંચવાનું નું ભૂલતા નહિ.

ફટાકડા ફોડો ત્યારે આ ટાબરિયાંને ભૂલતાં નહીં

સરેરાશ દર વરસે અહીં દોઢસોથી બસો બાળકો જીવતાં બળી મરે છે. ગમે ત્યારે વિસ્ફોટ થાય છે અને આ બાળકોના ફુરચા ઊડી જાય છે.

સવારના લગભગ સવા છ- સાડા છ વાગ્યા છે. લગભગ ગામના છેવાડે થોડાંક બાળકો ઊભાં છે. મોટા ભાગનાં બાળકોની આંખો ઊંઘરેટી છે. એકેયના ચહેરા પર નૂર નથી. લગભગ દરેકના કોઇ ને કોઇ અવયવ પર ડામ દીધા જેવા ડાઘ છે. ખરેખર તો એ બધાં ક્યારેક ને ક્યારેક દાઝી ગયાં છે. એક વાહન આવે છે. એમાંથી ઊતરેલો સુપરવાઇઝર જાનવરોને હૈડ હૈડ કરતો હોય એમ આ બધાંને ટેમ્પોમાં ઠાંસી દે છે. ટેમ્પો સીધો કારખાના તરીકે ઓળખાતા એક પતરાના શેડ પાસે જઇને ઊભો રહે છે.

તરત પેલો સુપરવાઇઝર બૂમબરાડા પાડતો બાળકોને અંદર ધકેલે છે- ચલો, કામ શરૂ કરો... આ કહેવાતા કારખાનામાં ન પીવાના પાણીની વ્યવસ્થા છે, ન કુદરતી હાજત સંતોષવાની કોઇ જોગવાઇ છે. તમે ત્યાં ઊભા રહો તો ગંધક અને પોટાશની વાસથી બે મિનિટમાં તમારું માથું ભમી જાય...

આ છે આપણે જેને ફટાકડા તરીકે ઓળખીએ છીએ એ દારુખાનું બનાવતું દેશનું સૌથી મોટું કેન્દ્ર "શિવાકાશી" કાશી તો ગંગા તીરે વસેલું પ્રાચીન પવિત્ર નગર છે જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર જગપ્રસિદ્ધ છે. પરંતુ આ શિવાકાશી ગરીબ પરિવારનાં બાળકો માટે નર્કાગાર સમું છે.

દેશભરમાં લગભગ બારેમાસ કોઇ ને કોઇ ઉત્સવ ઊજવાતો રહે છે. એ માટે શિવાકાશીમાં સતત ફટાકડા બનતા રહે છે. પરંતુ એ સાથે એ હકીકત પણ નોંધવી જોઇએ કે સરેરાશ દર વરસે અહીં દોઢસોથી બસો બાળકો જીવતાં બળી મરે છે. ગમે ત્યારે વિસ્ફોટ થાય છે અને આ બાળકોના ફુરચા ઊડી જાય છે પરંતુ શિવાકાશીના કારખાના માલિકને કોઇ આતંકવાદી કહેતું નથી. સિક્યોરિટીના નામે અહીં સોગન ખાવા પૂરતીય વ્યવસ્થા નથી. અરે, વેન્ટિલેશનની પણ વ્યવસ્થા નથી હોતી એટલે ઘણાં બાળકોને ગૂંગળામણનો અનુભવ થાય છે.

આપણે દિવાળીના સપરમા તહેવારે જ્યારે આતશબાજી કરતાં હોઇએ ત્યારે આ બાળકો શ્વાસની બીમારીનો ભોગ બનીને ખાટલામાં પડ્યાં હોય છે. રોજ સરેરાશ બાર કલાક કામ કરીને એમને રોકડા ર૦થી ૩૦ રૂપિયા મળે છે, બસ.

લગભગ છેલ્લાં ૫૦-૬૦ વરસથી આ જ પરિસ્થિતિ છે. તામિલનાડુમાં કેટલીય રાજ્ય સરકારો આવી ને ગઇ. દિલ્હીમાં પણ કેટલીય સરકારો આવી ને ગઇ. પરંતુ આ વિસ્તારના ગરીબ પરિવારોનાં બાળકોની સ્થિતિ હજુય પહેલાં જેવી જ છે. મોટા ભાગનાં બાળકોને સ્કૂલ કોને કહેવાય એની ખબર જ નથી. આપણા આનંદ માટે એ લોકો પોતાનું બાળપણ સમર્પી દે છે. ક્યારેક અકાળે મોતને વરે છે. એમને કોઇ શહીદ કહેતું નથી. એમનાં પરિવારને કોઇ વળતર મળતું નથી.

ફટાકડાનાં કારખાના માલિકો પોતાના પતરાના શેડનો કે માલ-સામાનનો વીમો ઊતારે ખરા પણ આ બાળકોની જંિદગી ત્યાં સાવ સસ્તી છે. રાજ્ય સરકારના ચીફ ઇન્સપેક્ટર ઑફ ફેક્ટરીઝનું એક કાયમી બહાનું છેઃ અમારી પાસે સ્ટાફની ઓછપ છે. અમે કેટલે પહોંચી વળીએ ? રસપ્રદ મુદ્દો એ છે કે જે વિસ્તારમાં ફટાકડાના ગેરકાયદે કારખાનાં આવેલાં છે એ જિલ્લાનું નામ છે વિરુદ્ધનગર. આ જિલ્લાના થીરુહંગલ, અમ્માપટ્ટી, થાયલપટ્ટી,અનૈકુટ્ટમ, રામલંિગપુરમ્‌, કોટ્ટાઇયુર, દુરાઇસામીપુરમ્‌, વિશ્વનાથમ્‌ વગેરે ગામડાં આવાં કારખાનાંથી ધમધમે છે.

આસો મહિનાના વદ પખવાડિયામાં આપણાં અંધારાને ઉલેચવા આ ટાબરિયાં પોતાનો ખૂન-પસીનો વહાવે છે. આપણે તો સીઝનલ માલની દુકાનોમાં પૈસા ચૂકવીને ફટાકડા ઘેર લઇ જઇએ છીએ અને ચપટી વગાડવા જેટલા સમયમાં આપણાં બાળકો એ ફટાકડા ફોડીને પસીનાના પૈસાનો ઘૂમાડો કરી નાખે છે. પરંતુ શિવાકાશીમાં અસંખ્ય બાળકો જાનના જોખમે આ ફટાકડા બનાવે છે. અહીં કોઇ બાળ મજૂર વિરોધી કાયદાની વાત કરતું નથી. લાગતા-વળગતાં બધાં સરકારી ખાતાંમાં ‘ચા-પાણી’ પહોંચી જાય છે.

દેશભરમાં શિવાકાશીના ફટાકડા વપરાય છે. એ જ રીતે ૭૫ ટકા મેચબોક્સ (માચીસ ) અહીં બને છે. અહીં ધમધમતાં પ્રિન્ટીંગ પ્રેસ આ ફટાકડા માટે અને મેચબોક્સ માટે લેબલ્સ અને પેકિંગ મટિરિયલ બનાવે છે. અલબત્ત, કેલેન્ડર્સ પણ ખરાં. દર વરસે તામિલનાડુ ફાયરવર્ક્સ એન્ડ એમોર્સિસ એસોસિયેશન (ટીએફએએ) છાતી ઠોકીને દાવો કરે છે કે અમારા એક પણ કારખાનામાં બાળ મજૂર નથી. હકીકત જુદી છે.

બીબીસી જેવી જગવિખ્યાત સંસ્થા કે નેશનલ જ્યોગ્રાફિક જેવાં જગમશહૂર સામયિકો આ વિષય પર માતબર પ્રદાન કરી ચૂક્યા છે. પરંતુ તામિલનાડુ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને આ મુદે કશું કરવાનો ન સમય છે, ન એમાં કોઇ રસ છે. બાળકો ક્યાં મત આપવા જવાના છે કે એમને ઊગારવા પોલિટિશિયનો કંઇ કરે !

પરંતુ આપણે દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડીએ ત્યારે આ મજબૂર બાળકોને જરૂર યાદ કરવાં જોઇએ. બોલો, કરશો ને ?

ટાઈમ હોય તો વાચજો જરુર


એક મસ્ત લેખ છે પ્રેમ વિશે દોસ્તો..
"પ્રેમ, મહાન પ્રેમ" !

ઘણા વખત પહેલાંની વાત છે.
એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાનાં ઘર બનાવીને રહેતાં હતાં. સુંદરતા, આનંદ, ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ બાજુમાં રહેતાં હતાં.
એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમાં પ્રેમ રહેતો હતો.
એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યું કે તે દિવસે સાંજસુધીમાં ટાપુ ડૂબી જશે. દરિયાને તળિયે બેસી જશે.
બધી જ લાગણીઓ તેમ જ ગુણોએ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથ...ી પ્રયાણ શરૂ કરી દીધું. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો.
જાણે એને જવાની કોઈ જ ઉતાવળ ન હોય એમ એ ફરતો હતો. બધાંને નવાઈ લાગી. પણ સૌ પોતપોતાની રીતે ભાગવાની પેરવીમાં હતાં. એટલે પ્રેમની પંચાત કરવા કોણ બેસે ? હકીકતમાં પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વહાલ હતું. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માંગતો હતો...
જેમ જેમ સાંજ પડવા લાગી તેમ તેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડૂબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ જ વહાલ કર્યું. એનીજમીનના કણે કણને એણે વહાલથી નવડાવી દીધો. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો. હવે પાણી વધવા લાગ્યું. જ્યારે પ્રેમના ઘૂંટણ પાણીમાં ડૂબવા લાગ્યા ત્યારે એને થયું કે હવે ટાપુ છોડીને જવાનો સમય આવી ગયો છે. પણ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી. મદદ માટે બૂમ પાડવીતો કોને પાડવી ? બસ, તે જ વખતે ત્યાંથી સમૃદ્ધિની હોડી નીકળી. પ્રેમે પૂછ્યું કે, ‘બહેન સમૃદ્ધિ !
તું મને તારી હોડીમાં જોડે લઈ જઈશ ? નહીંતર હમણાં જ હું ડૂબી જઈશ….’ સમૃદ્ધિએ પોતાની હોડીમાં એક નજર નાખીને કહ્યું કે, ‘માફ કરજો પ્રેમ ! મારી આખી હોડી સોના, ચાંદી તેમજ હીરાઝવેરાતથી ભરેલી છે. એમાં તારા માટે ક્યાંય જગ્યા જ નથી !’ આટલું કહીને પ્રેમ તરફ બીજી નજર પણ નાખ્યા વિના સમૃદ્ધિ ચાલી ગઈ.

એની પાછળ પાછળ હોડી લઈને આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી, ‘હે સુંદરતા ! તું મને તારી હોડીમાં લઈ જઈશ ?’ પોતાની જાત પર અને પોતાની હોડી પર મગરૂર એવી સુંદરતાએ કહ્યું, ‘માફ કરજે પ્રેમ ! તું એટલો ભીનો છે કે મારી આ સુંદર હોડીને બગાડી નાખીશ. આમેય મને બધું સુંદર ચોખ્ખું જ ગમે છે તે તું પણ જાણે જ છે!! મને આ રીતે મારી જાતને કે હોડીને ભીની કરવામાં જરા પણ રસ નથી !’ અને એ પણ આગળ ચાલી ગઈ. પાણી હવે કેડ સમાણું થઈ ગયું હતું. ત્યાં જ પ્રેમે ઉદાસીનતાની હોડીને પસાર થતી જોઈ.
પ્રેમે બૂમ પાડી કે, ‘અરે ! ઉદાસીનતા, મને તારી જોડે લઈ લે. મહેરબાની કરીને મને બચાવી લે.’ પણ ઉદાસીનતા તો જડસુ હતી. એ કહે, ‘માફી માગું છું તારી ઓ પ્રેમ ! હું એટલી બધી ઉદાસ છું કે તું મને એકલી જ રહેવા દે !’ એ પણ જતી રહી. ત્યાંથી પસાર થઈ રહેલ આનંદ તો નાચગાનમાં એવો મશગૂલ હતો કે એણે પ્રેમને જોયો પણ નહીં અને એનો અવાજ પણ ન સાંભળ્યો !! પાણી ગળા સુધી આવી ગયું હતું. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસકો પડી ગયો. એ જોરથી રડવા માંડ્યો.
ત્યાં જ એક ખૂબ જપ્રેમાળ અવાજ આવ્યો : ‘પ્રેમ ! રડ નહીં. ચાલ હું તને મારી હોડીમાં લઈ જાઉં !’
પ્રેમે પાછળ જોયું તો એક ખખડધજ વૃદ્ધમાણસ પોતાની હોડી લઈને ઊભો હતો. એણે પ્રેમનો હાથ પકડીને એને પોતાની હોડી પર લઈ લીધો. પ્રેમ એ વખતે બરાબર ડૂબવાની તૈયારીમાં જ હતો. અચાનક ઊગરી જવાથી પ્રેમ થોડી વાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી જ ન શક્યો. પેલા વૃદ્ધે તેને કિનારે ઉતાર્યો તોપણ એ કંઈ જ ન બોલ્યો.
બસ મૂંગા મૂંગા પેલા વૃદ્ધનો તેણે આભાર માન્યો. પેલો વૃદ્ધ માણસ તો પ્રેમને ઉતારીને પોતાના રસ્તે આગળ ચાલી ગયો. અચાનક પ્રેમને યાદ આવ્યું કે ડૂબી જવાની બીકમાં અને બચી જવાની ખુશીમાં પોતે પોતાને બચાવનાર વૃદ્ધનું નામ પૂછવાનું તો ભૂલી જ ગયો ! આટલો નાનકડોશિષ્ટાચાર પણ પોતે ન દાખવી શક્યો એનોએને પારાવાર અફસોસ થવા લાગ્યો. એ દોડતો દોડતો જ્ઞાનના ઘરે ગયો. બારણું ખખડાવ્યું. જ્ઞાન બહાર આવ્યું. પ્રેમે એને બધી વાત કરી. પછી એ વૃદ્ધ માણસ કોણ હોઈ શકે તે પૂછ્યું. જ્ઞાને પોતાની આંખો બંધ કરી. થોડી વારે આંખ ખોલીને જ્ઞાને કહ્યું, ‘તને બચાવનાર સમય હતો !’
પ્રેમને નવાઈ લાગી. એનાથી પુછાઈ ગયું કે, ‘હે જ્ઞાન ! જ્યારે કોઈ કરતાં કોઈ જ મને મદદ કરવા તૈયાર નહોતું ત્યારે ફક્ત સમયે જ મને શા માટે મદદ કરી ?’ જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવો જવાબ આપ્યો : ‘કારણ કે ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટલો મહાન છે અને એનું મહત્વ શું છે !’ via ગુજરાતી ફેસબુક પરીવાર :)

જો મિત્રો તમને અહી રજુ કરેલી પોસ્ટ ગમતી હોઈ તો તમારા મિત્રો સાથે કરી શકો છો.

મીણબત્તી



એક દિવસ હજરત અલી સાહેબ રાજ્યના ખજાનાનો હિસાબ કરવા ગયા. રાતનો સમય હતો.
મીણબત્તી સળગાવી હિસાબ કરવા બેઠા.

થોડીવાર પછી બે સરદારો પોતાના અંગત કામ માટે એમની પાસે આવ્યા.
હજરત સાહેબે આંખથી ઈશારો કરી તેમને બેસવા કહ્યું.
હિસાબનું કામ પૂરું થયું. હજરત અલીએ મીણબત્તી બુઝાવી નાખી.
પોતાના મેજમાંથી બીજી મીણબત્તી કાઢીને સળગાવી.

સરદારોને આ જોઈને આશ્ચર્ય થયું, કારણ કે પેલી મીણબત્તી પૂરી થઈ ગઈ ન હતી,
જ્યારે અલી સાહેબે તેને બુઝાવીને બીજી સળગાવી હતી. સરદારોએ વિનયપૂર્વક એનું કારણ પૂછયું.
અલી સાહેબ બોલ્યા, “અત્યાર સુધી હું રાજ્યનું કામ કરતો હતો, તેથી રાજ્યની મીણબત્તી સળગાવી હતી.

હવે આપણું અંગત કામ છે, તેથી રાજ્યની મીણબત્તીનો ઉપયોગ કરું તો હું ચોર ઠરું.
માટે આપણા કામ સારું મેં મારી પોતાની મીણબત્તી સળગાવી છે.”

શ્રદ્ધા એ જ મહાશક્તિ : સ્વામી વિવેકાનંદ




ઈન્સાનની દુ:ખમાં ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા ધારદાર બની જાય છે. જ્યારે સુખમાં એ જ શ્રદ્ધા પર ધૂળના પડ જામી જાય છે.

શ્રદ્ધા એટલે ઇમાન. આપણા સંતો, આલિમો, કવિઓ, ગઝલકારો અને કથાકારોએ શ્રદ્ધા શબ્દનો અઢળક પ્રયોગ કર્યો છે. તેનો હાર્દ બે વાક્યોમાં કહી શકાય, ‘માનવજીવનમાં શ્રદ્ધા શ્વાસ સમાન છે. શ્રદ્ધા વગરનું જીવન ધબકારા વગરના શરીર જેવું છે.’ આટલા મહત્વના આપણા અંગ સમાં ઇમાન કે શ્રદ્ધાને કોઇ ભૌતિક સ્વરૂપ નથી. તેના અસ્તિત્વનો કોઇ આધાર નથી. તે માટે કોઇ બુદ્ધિગમ્ય દલીલ નથી. ‘શ્રદ્ધાનો જો હો વિષય, તો પુરાવાની શી જરૂર છે, કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી’

જલન માતરીના આ શેરમાં શ્રદ્ધાની પરાકાષ્ઠા અભિવ્યક્ત થાય છે. કુરાને શરીફનું અવતરણ ખુદાએ હજરત મોહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર વહી (ખુદના સંદેશ) દ્વારા કર્યું હતું અને છતાં તેમાં ક્યાંય મોહંમદ સાહેબનું નામ-સહી નથી. આમ છતાં વિશ્વના મુસ્લિમો આજે પણ કુરાનને ખુદાનો આદેશ માનીને તેમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે, કારણ કે કુરાનમાં તેમનો ઇમાન કોઇ આધાર કે સાક્ષીનો મોહતાજ નથી. રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથો માટે પણ એવી જ અતૂટ શ્રદ્ધા હિન્દુ સમાજ ધરાવે છે, કારણ કે ખુદા કે ઇશ્વરનું અસ્તિત્વ એ ઇમાન-શ્રદ્ધાનો વિષય છે. તેમાં કોઇ દલીલને અવકાશ નથી.

હિન્દુ ધર્મગ્રંથોમાં ઇશ્વરને નિરંજન નિરાકાર તરીકે આલેખવામાં આવ્યા છે. ઇસ્લામમાં પણ ખુદાને કોઇ આકાર કે સ્વરૂપમાં સ્વીકારવાની મનાઇ છે. વળી, બંને ધર્મમાં ઇશ્વર કે ખુદાના અસ્તિત્વનો આધાર માત્ર ને માત્ર ઇમાન કે શ્રદ્ધા જ છે અને એટલે જ સમગ્ર બ્રહ્માંડમાં ‘યા અલ્લાહ’ ‘હે ઇશ્વર’ના પોકારો સદા ગુંજતા રહે છે. તેના મૂળમાં આપણી અતૂટ શ્રદ્ધા અને ઇમાન છે. એક વાર આચાર્ય રજનીશ પાસે એક ભક્ત આવ્યો. તેણે આચાર્યને કહ્યું, ‘મારે ઇશ્વરને જોવા છે. મને તેમને બતાવો તો જ માનું કે આપ મોટા સંત છો.’

રજનીશે એ ભક્તને એટલું જ કહ્યું,
‘મહર્ષિ અરવિંદે કહ્યું છે કે, ભગવાનને જોઇ ન શકાય, માત્ર મહેસૂસ કરી શકાય. કારણ કે ભગવાન એ શ્રદ્ધા છે, શક્તિ છે.’

એ જ લયમાં સ્વામી વિવેકાનંદ કહે છે,
‘પોતાનામાં અને પરમાત્મામાં શ્રદ્ધા એ જ મહાશક્તિનું રહસ્ય છે.’

આવી શ્રદ્ધાની શક્તિને આપણે વારંવાર યાદ કરીએ છીએ. જલન માતરી લખે છે,
‘જરા સરખો પરદો હટાવી તો જો
ખુદા છે કે નહિ હાંક મારી તો જો’

ખુદા-ઇશ્વરને હાંક મારવાની ક્રિયાએ જ મંદિરો, મસ્જિદો, ચર્ચો અને ગુરુદ્વારોનું સર્જન કર્યું છે. જેમાં માનવી પોતાની જરૂરિયાતો માટે ખુદાને દુઆ કરે છે, હાંક મારે છે પણ ઇન્સાનની દુઆ કરવાના સંજોગો સ્વાર્થ પર નિર્ભર છે. ‘સુખ મેં સુમિરન સબ કરે, દુ:ખ મેં કરે ન કોઇ, જો સુખ મેં સુમિરન કરે, ફીર કાહે દુ:ખ હોઇ’

ઈન્સાનની દુ:ખમાં ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા ધારદાર બની જાય છે. જ્યારે સુખમાં એ જ શ્રદ્ધા પર ધૂળના પડ જામી જાય છે. આવી અધકચરી શ્રદ્ધાની જ ઇશ્વર કસોટી કરે છે.

એક સૂફીસંતને લોકોએ વિનંતી કરતાં કહ્યું,‘ચોમાસુ બેસી ગયું, છતાં હજુ વરસાદ નથી આવ્યો. આપ ખુદાને દુઆ કરો કે વરસાદ આવે.’

‘સારું તમે બધા સાંજે ગામના પાદરે આવો, આપણે સૌ સાથે પ્રાર્થના કરીશું.’

સાંજે આખું પાદરે ભેગું થયું. એક માત્ર સૂફીસંત હાથમાં છત્રી લઇ આવ્યા હતા. સૌના હાથ ખાલી જોઇ તે બોલી ઊઠ્યા,

‘તમે વરસાદ માટે દુઆ (પ્રાર્થના) કરવા આવ્યા છો અને સાથે છત્રી નથી લાવ્યા! તમને તમારી દુઆમાં જ શ્રદ્ધા નથી, પછી ખુદા તે ક્યાંથી સાંભળશે?’

શ્રદ્ધાની આવી પરિભાષા ઇન્સાન માટે પામવી મુશ્કેલ છે પણ જો એકવાર પામી લઇશું તો જરૂર આપણે સૌ સુખના સમુદ્રમાં મહાલતા થઇ જઇશું.

પત્નીને ખુશ રાખવાના ઉપાયો..........


પત્નીને ખુશ રાખવાના ઉપાયો..........

નોંધ:

૧) આ ઉપાયો અંગે લખનાર કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો આ અંગે કોઈ પણપ્રકારની તકરાર કરાવી નહિ.
૨) આ ઉપાયો મેં અજમાવેલા છે કે નહિ તેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ.
૩) ઉપરના ઉપાયો પર પિષ્ટપેષણ કરી સમય બગાડવો નહિ. એટલા સમયમાં પત્નીની ઘણી સેવા થઇ શકે છે.
૪) કુંવારાઓ માટે શું? એવા વાહિયાત સવાલો અહી ન કરવા.
પત્નીને ખુશ રાખવાના ઉપાયો (ભાગ-1)
આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથીભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીયસંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીનેખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.

1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો

2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો

3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો

4. સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથી હલાવો.

5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેરનહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)

6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો

7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો

8. એની મમ્મીની રસોઇના વખાણ કરો

9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદીજલાગે છે”

10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે

11. "તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો

12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો.

13. તમારી વાત ટુંકમાં કરો.

14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતીહોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.

15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો

16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.

17. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.

18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!

19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેકકરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે”

20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!

21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ”

22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જવિચારતો હતો”

23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)

24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.

25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો “આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.

26. અઠવાડિયે એક વાર તો સમય અનેસંજોગો જોઇ ને પૂછી લો કે "કેમ આજે ઢીલી લાગે છે?"

27. શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ નાખો, ફરિયાદ ન કરો.

28. એક હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ! ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે?

29. કામવાળો રજા ઉપર હોય તો ઘરમાંએક જ વાર ચા પીવો.

30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો.અથવા તો પાન-મસાલા છોડી દો.

31. બેલ વાગે તો દરવાજો ખોલવાતમે જાવ, એમાંકાંઇ વારા થોડા પડાય બોસ!

32. ઓફિસનુ કામ ઘરે ન લાવો.

33. શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ.

34. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.

35. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો!

36. નવા ડ્રેસમાં એ જાડી લાગેતો એમ કહેજો કે " આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયો લાગે છે"

37. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટછે તેવુ જાહેર કરો

38. લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલ કપડામાંસાગરમાં ડિમ્પલ કાપડિયા આવીજ લાગતી હતી એમ કહો.

39. લગ્નદિવસે સાચા સોનાના ઘરેણાલાવી આપો.

40. તમે ખરીદેલી વસ્તુની સાચીકિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલી કિંમતનીઆજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો.તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો "તમેછેતરાયા" એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટે તમે "કાયમ હલકી વસ્તુ લાવો છો" એ વાત પર મામલોબીચકશે

41. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીને આવો.

42. શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો.

43. એની મોટી બહેનના ગંદા-ગોબરાતોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો "કેટલો ક્યુટ અને નૉટીછે!"

44. તમારા સાસરે કૂતરો રાખ્યોહોય તો એ તો તમને ચાટશે જ, મોં નહી બગાડવાનુ, અને એને એનીહાજરીમાં ભગાડવાનો કે હટ નહીં કહેવાનું.

45. એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તેલાવી આપો.

46. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જ ઉજવવા. અનેરવિવારે સાસરે ના જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું.

47. દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોય તેવા વૈજ્ઞાનિક પુરાવાનથી, માટે ખોટી ફરિયાદ કરવાનું બંધ કરો.

48. "સાસરૂ સોનાની ખાણ"ની ડીવીડી વસાવી લો

49. ફોનનું બિલ એના લીધે વધારે આવે છે એવુ કદી ન કહો.

50. મુસાફરીમાં બધો સામાન તમેજ ઉપાડો! પોત-પોતાનો સામાન પોતે ઉપાડે એટલી બધી સ્ત્રી સમાનતાહજુ આપણા દેશમાં આવી નથી! 26. અઠવાડિયે એક વાર તો સમય અનેસંજોગો જોઇ ને પૂછી લો કે "કેમ આજે ઢીલી લાગે છે?"
૫૧. ચાલવાથી કોઇ પણ અને લગભગ બધી ભારતીય સ્ત્રીઓ થાકી શકે છે. એનો કકળાટ હીલ-સ્ટેશન પર નાકરાય !

૫૨. ઘરનાં ખાવામાં બદલાવ જોવા ઇચ્છતા હોવ તો અઠવાડિયે એક દિવસ ગોગલ્સ પહેરીને જમવા બેસો બોસ !

૫૩. દાળ અને શાકનો કલર જોઇ એના ટેસ્ટ વિષે ચુકાદો ન આપી દો, આજે જે બન્યુ છે તે ન બન્યુ નથી થવાનું!

૫૪. તૈયાર થવામાં વાર લાગે તો કકળાટ ન કરવો. તમે મોડા પહોંચશો તો લગ્ન અટકી પડવાના નથી. અરે,આજકાલ તો રીસેપ્શનમાં વર-કન્યાજ મોડા પહોંચે છે.

૫૫. છાપું વાંચતા વાંચતા કૂકરની સીટી ગણવાનું શીખી જાવ.

૫૬. ગેસ બંધ કરતા પણ શીખી જાવ. રસોડા સુધી ચાલવાથી તમારી ફાંદ ઉતરે તેવુ તે માનતી હોય તો માનવાદો.

૫૭. ડસ્ટબીન નજીક જઇ કચરો નાખવા માટે છે, દુરથી નિશાનબાજીની પ્રેક્ટીસ કરવા માટે નથી. સમજ્યા ?તમારા ખોટા નિશાનના લીધે કચરાપેટીની અંદર કરતા બહાર વધારે કચરો દેખાય તો ગમે તેને ગુસ્સો આવે.

૫૮. કોબીના શાકમાં ખાંડ ન નખાય એવો કોઇ કાયદો નથી. ખોટા કાયદા નહી બતાવવાના.

૫૯. શિયાળામાં દહીં ન જામે. તમને વધારે સારુ જમાવતા આવડતુ હોય તો તમે જમાવોને બૉસ! એકાદ દહાડો ખીચડીમાં દહીં ન મળે તો ઝાડા ન થઇ જાય.

૬૦. "ટીવીનું રિમોટ ક્યાં પડ્યું છે ?" આવા વાહિયાત સવાલો ન કરો.

૬૧. ઉનાળામાં બે જ શાકભાજી મળે છે. બટાકાઅને રીંગણ. અને આ બંને તમને નથી ભાવતા તે તમારી સમસ્યા છે.

૬૨. ઘરની પાણીપુરી એ બજારની પાણીપુરી જેવી ના પણ બને, એ માટે ભૈયાના પરસેવા વાળા હાથ ઘરે લાવવા પડે !

૬૩. એ હસી હસીને ફોન પર વાત કરે છે ? તો ફોન પીયરિયાનો હશે,બીજી કોઈ શંકા અસ્થાને છે.

૬૪. સ્ત્રીઓને ઇલેકટ્રોનિક ગેજેટસ વાપરતા નથી આવડતું, એ વાત અમેરિકન રીસર્ચથી સાબિત થયેલ છે,માટે એ વિષે તમારે અલગ વ્યાખ્યાન આપવાની જરૂર નથી.

૬૫. એને કાર ચલાવતા શીખવવાની કોશિશ ન કરશો. ડ્રાઇવિંગ સ્કુલવાળાઓને પૈસા આપો અને એ વસુલથતા જુઓ.

૬૬. એને કાર ચલાવતા નથી આવડતુ તો શું થયુ? રસ્તામાંતમે કોઇની સાથે ભટકાઇ ના પડો તે માટે તમનેસુચના આપે તો એમાં એણે શું ખોટું છે ?

૬૭. ટુથપેસ્ટ પુરી થવા આવે ત્યારે પેસ્ટ કાઢી આપવી એ પતિનો ધર્મ છે. આવા ક્ષુલ્લક કામો એ આટલાવર્ષોમાં કેમ ન શીખી તેવા તુચ્છ વિચારો ન કરવા.

૬૮. એના પર્સમાંથી તમારે જે જોઇએ છે તે માંગો, એમ ખાંખાંખોળા કરી કામ ના વધારો.

૬૯. માંગ્યા વિના તો મા પણ ના પીરસે.આ તો પત્ની છે.

૭૦. ઓફિસેથી ઘેર પાછા આવતા અવશ્ય ફોન કરો, ડાર્લિંગ કાઈ લાવવાનું છે?

૭૧. પીરસતા વાર થાય તો રાહ જુવો,તકિયો ના માંગો.

૭૨. ઘરમાં વોશિંગ મશીન તમારા સ્ટેટસ માટે લીધું છે, કપડા તો રામો જ સારા ધુવે. માટે 'વોશિંગ મશીનનોખર્ચો કેમ કરાવ્યો ?' એવો બેવકૂફ જેવો સવાલ કરવો નહિ.

૭૩. રેલ્વે સ્ટેશને કે એરપોર્ટ પર એને વિદાય કરવા જતી વખતે ક્યારેય મોઢું હસતું ના રાખો. તમારા અરમાનોનેદબાવી રાખતા શીખોપત્નીને ખુશ રાખવાના ઉપાયો..........


***દુબઇમાં આવેલ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ ‘બુર્જ ખલીફા’...
***બુર્જ ખલીફા લગભગ એક કિમી લાંબી છે જેને કારણે સૂર્યાસ્ત થયા બાદ પણ આ ઊંચી ઈમારતમાં રહેનારાઓ સૂરજને ૩ મિનીટ વધારે જોઈ શકે છે
***જો તમે અહિં સાંજની ચા પીવા માંગો છો તો તમારે અંદાજે 100 ડોલર એટલે કે અંદાજે રૂપિયા 5000 ખર્ચ કરવા પડશે.
==========================
***બુર્જ ખલીફા ની ચમક દમક શેને આભારી છે એ આપ જાણો છો? એક સિક્કા ની બીજી બાજુ અને કડવી વાસ્તવિકતા થી કદાચ આપ અજાણ હશો.
***યુ.એ.ઈ એટલે દુબઈ માં કબુતર ને ઝેરી દાણા નાખી ને મારી નાખવા માં આવે છે.ત્યાની સરકાર એવું વિચારે છે કે કબુતર અહી ની ઇમારત ને ખરાબ કરી નાખે છે....બિચારા શાંતિ પ્રિય કબુતર!!!
***આપણે અહી જેમ વંદા ઉધય મારવા માટે પેસ્ટ કન્ટ્રોલ નો વ્યવસાય છે એમજ યુ.એ.ઈ માં કબુતર મારવા માટે નો પણ વ્યવસાય ખુબ ચાલે છે.
***તમે ગમે ત્યારે દુબઈ બુર્જ ખલીફા ની મુલાકાત લો અને ફોટા પાડો ત્યારે આ વાત જરૂર મન માં રાખજો કે અહી ઘણા બધા કબુતર ના ભોગ લેવાયા બાદ આ ઇમારત ફોટા પાડવા ને લાયક બનાવવા માં આવી છે....સ્માઈલ પ્લીઝ!!!....

ભારત


*** વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં ત્રીજા ક્રમે ( હવે બીજા ક્રમે આવવાનું છે) ગણાતું ભારત ભૂખમરા સાથે લડવાના મામલામાં ચીન જ નહી, પણ પડોશી દેશ પાકિસ્તાનની પણ પાછળ છે
*** આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ શોધ સંસ્થાન (આઈએફપીઆરઆઈ) દ્વારા જારી વૈશ્વિક ભૂખમરી સૂચકાંક, 2010માં ભારતનો 67મો ક્રમાંક છે. આ યાદીમાં ભારતનું સ્થાન ચીન અને પાકિસ્તાનથી પણ નીચે છે.
***84 દેશોની યાદીમાં ચીન 9મા સ્થાને અને પાકિસ્તાન 52મા સ્થાન પર છે અને ભારતનો 67મો ક્રમાંક છે
***લોકોના જીવ અને તંદુરસ્તી જોખમમાં મુકાઇ જાય તેવી ભેળસેળ માટે આપણે મશહૂર છીએ. અનાજ, તેલ, કરિયાણાં-મસાલા અથાણાંમાં એટલા મોટા પાયા પર સેળભેળ થતી હોય છે કે હવે તો આપઘાત કરવા માટે જરૂરી ઝેર પણ ચોખ્ખું મળતું નથી, તેવી રમૂજ થાય છે!
***ભારત સરકાર પોતાની બધી તાકાતથી ભૂખમરાનો સામનો કરશે અને લોકો માટે અનાજની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે તેવું વચન વડાપ્રધાને જાહેર માં આપ્યું હતું.
***કત્રિમ અછત ઊભી ન થાય તે માટે કાળાબજારિયા અને સંઘરાખોરો સામે સખત પગલાં ભરવા માટે મનમોહનસિંધે તમામ રાજય સરકારોને તાકીદ કરી છે કારણ કે ભારત સરકાર જાતે આવા પગલાં ભરી શકે તેમ નથી.
*** સંઘરાખોરી ને સજાથી કે કાયદાથી અટકાવી શકી નથી કાળાબજારિયાઓને ફાંસીએ લટકાવવાની ઘોષણા જવાહરલાલ નેહરુએ ૧૯૪૯માં કરેલી. ભારત સરકાર પાસે છલકાઇ રહેલા અનાજના ગોદામો છે.
*** જનપોષણ માટે ભારતીય ચિંતન

કબીર કહે કમાલ કુ, દો બાતા સીખ લે,
કર સાહેબકી બંદગી ઔર ભૂખે કો અન્ન દે. - સંત કબીરજી

ભગવાનને જોડેલા બે હાથ કરતાં ગરીબોને મદદ માટે લંબાવેલો એક હાથ શ્રેષ્ઠ છે. - સ્વામી વિવેકાનંદ

જ્યાં ટુકડો, ત્યાં પ્રભુ ઢૂકડો. - પૂ. જલારામ બાપા

ભજન કરો અને ભોજન કરાવો. - પૂ. ડોંગરેજી મહારાજ

અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે. - ભારતીય સંસ્કૃતિ



દીકરી એ દયાની મૂર્તિ



મા એ મમતાની મૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે.
એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે,
પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે.
અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.
દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે,
પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે.
કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી.
બસ,
દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.
પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે.
પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે.
અને એટલે જ તો જ્યારે દીકરી ની વિદાય થતી હોય ત્યારે, બાપના દિલ ની વેદના અસહ્ય હોય છે,

અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ દાદભાઈએ
‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો’
આવી અદભૂત વાત ગાઈ છે.
દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનુભવાય
અને લોકોને લાગે પણ છે,
પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે
બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે,
એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે.
જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે.
અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે.
એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.

પુત્ર બાપના એક જ કુળને તારે છે,
પરંતુ દીકરી બન્ને કુળને તારતી હોય છે.

Jindagi ma aavu pan


Jindagi ma aavu pan thai 6e jene chaho 6o e kyarek kho y jai 6e jene prem karo te 6invai jai 6e je malyu 6e te lutai 6e aakho ma faqt aasu rahi jai 6e tene pan koi ajnabi lai jai 6e khusi ni sathe gum pan bevafa bani jai 6e tame hasta hoi ane aakho radti dekhai 6e tame jene bhuli sakta nathi te tamne bhuli jai 6e dil thi tamara e kyak dur chalya jai 6e pase revano faqt ehasas rahi jai 6e je sapna hata e tuti ne chakna chur thai 6e pa6i temni khusi ma tamari khusi dekhai 6e pa6i dhime thi dil ne manavi levai 6e zindagi fari set thai 6e pa6i e yado yad bani ne rahi jai 6e prem nu balidan aapi zindagi to jivi levai 6e pa6i bhagvan same ek j fariyad rahi jai che k "AAVU MARI SATHE J KEM THAI CHE"

મનુષ્ય જ્યારે


“મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન
અઢી કિલો હોય છે.
અને જ્યારે અગ્નિ સસ્કાર બાદ
તેની રાખનું વજન પણ અઢી કિલો જ હોય છે.
જિંદગીનું પહેલું કપડુ જેનું નામ ઝભલું,
... જેમાં ખિસ્સું ન હોય
જે જિંદગીનું છેલ્લું કાપડ કફન,
એમાંય ખિસ્સું ન હોય.
તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધિ શા માટે?
આટાલા દગા અને પ્રપચ શા માટે?
લોહી લેતા પહેલા ગ્રુપ ચેક કરાય છે,
પૈસા લેતા જરાક ચેક કરશો,
એ કયા ગ્રુપનો છે?
ન્યાયનો છે? હાયનો છે? કે હરામનો છે?
અને ખોટા ગ્રુપના પૈસા ઘરમાં આવી જવાથી જ
આજે ઘરમાં અશાંતી,ક્લેશ,કકાસ છે.
હરામનો ને હાયનો પૈસો,
જીમખાના ને દવાખાના,ક્લબો ને બારમાં,
પૂરો થઇ જશે.
…ને તનેય પૂરો કરી જશે..!
બેન્ક બેલેન્સ વધે પણ જો ફેમિલી બેલેન્સ ઓછું થાય,
તો સમજવું કે પૈસો આપણને સૂટ નથી થયો.”

સુખી મનુષ્ય સુખ આપશે, દુ:ખી મનુષ્ય દુ:ખ...


સુખી મનુષ્ય સુખ આપશે, દુ:ખી મનુષ્ય દુ:ખ.... : ક્યારેય કોઈ દુ:ખી, રોગથી પીડાતા, મરણાસન્ન માનવીની ખબર કાઢવા જવાનું થયું હશે તો નક્કિ માનજો કે પાછા ફરતી વેળાએ તમારૂં અંતર ઉદાસીથી ભરેલું તમે અનુભવ્યું હશે. અને, તેનાથી વિપરિત, ક્યારેય કોઈને ત્યાં ખુશીના પ્રસંગમાં કે કોઈ ઉત્સવમાં સામેલ થવા ગયા હશો ત્યારે... વધુ માટે ચિત્ર જોવા વિનંતી...