*** વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં ત્રીજા ક્રમે ( હવે બીજા ક્રમે આવવાનું છે) ગણાતું ભારત ભૂખમરા સાથે લડવાના મામલામાં ચીન જ નહી, પણ પડોશી દેશ પાકિસ્તાનની પણ પાછળ છે
*** આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ શોધ સંસ્થાન (આઈએફપીઆરઆઈ) દ્વારા જારી વૈશ્વિક ભૂખમરી સૂચકાંક, 2010માં ભારતનો 67મો ક્રમાંક છે. આ યાદીમાં ભારતનું સ્થાન ચીન અને પાકિસ્તાનથી પણ નીચે છે.
***84 દેશોની યાદીમાં ચીન 9મા સ્થાને અને પાકિસ્તાન 52મા સ્થાન પર છે અને ભારતનો 67મો ક્રમાંક છે
***લોકોના જીવ અને તંદુરસ્તી જોખમમાં મુકાઇ જાય તેવી ભેળસેળ માટે આપણે મશહૂર છીએ. અનાજ, તેલ, કરિયાણાં-મસાલા અથાણાંમાં એટલા મોટા પાયા પર સેળભેળ થતી હોય છે કે હવે તો આપઘાત કરવા માટે જરૂરી ઝેર પણ ચોખ્ખું મળતું નથી, તેવી રમૂજ થાય છે!
***ભારત સરકાર પોતાની બધી તાકાતથી ભૂખમરાનો સામનો કરશે અને લોકો માટે અનાજની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે તેવું વચન વડાપ્રધાને જાહેર માં આપ્યું હતું.
***કત્રિમ અછત ઊભી ન થાય તે માટે કાળાબજારિયા અને સંઘરાખોરો સામે સખત પગલાં ભરવા માટે મનમોહનસિંધે તમામ રાજય સરકારોને તાકીદ કરી છે કારણ કે ભારત સરકાર જાતે આવા પગલાં ભરી શકે તેમ નથી.
*** સંઘરાખોરી ને સજાથી કે કાયદાથી અટકાવી શકી નથી કાળાબજારિયાઓને ફાંસીએ લટકાવવાની ઘોષણા જવાહરલાલ નેહરુએ ૧૯૪૯માં કરેલી. ભારત સરકાર પાસે છલકાઇ રહેલા અનાજના ગોદામો છે.
*** જનપોષણ માટે ભારતીય ચિંતન
કબીર કહે કમાલ કુ, દો બાતા સીખ લે,
કર સાહેબકી બંદગી ઔર ભૂખે કો અન્ન દે. - સંત કબીરજી
ભગવાનને જોડેલા બે હાથ કરતાં ગરીબોને મદદ માટે લંબાવેલો એક હાથ શ્રેષ્ઠ છે. - સ્વામી વિવેકાનંદ
જ્યાં ટુકડો, ત્યાં પ્રભુ ઢૂકડો. - પૂ. જલારામ બાપા
ભજન કરો અને ભોજન કરાવો. - પૂ. ડોંગરેજી મહારાજ
અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે. - ભારતીય સંસ્કૃતિ