કાગળ પર શબ્દો ભૂલા પાડવા ની વાત છે,


કાગળ પર શબ્દો ભૂલા પાડવા ની વાત છે,
ગઝલ એટલે દાઝ્યા પર ડામવા ની વાત છે.

બહુ ભરી લીધા શ્વાસ કોઇના વિશ્વાસ પર,
હવે કોઇના વિશ્વાસ પર મરવા ની વાત છે.
...
મૂક્યા અશ્રુ કંટકો પર તો એ નરમ બની ગયા,
સનમ હજીય સખ્ત છે, વિચારવા ની વાત છે.

તું નફરત કરે છે એ જ નફરત હું લખું છું,
એમાં પણ કલા છુપી છે, શોધવા ની વાત છે.