જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો.
ઓ મુસિબત! એટલી ઝિંદાદિલીને દાદ દેઃ
તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો!
કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો....
ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી,તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યા,
હું કબરમાં પણ,કરેલા પ્યાર પર હસતો રહ્યો.
નાવ મને જે મઝધાર પર છોડી ચાલી ગઈ-
એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો....