મારી વાત ના ચાલે...


પ્રેમમાં...
મારી વાત ના ચાલે....
તારી વાત ના ચાલે ....પણ આપના બંને ને અનુકુળ એવી ...ત્રીજી જ.... આપણીવાત ચાલે !!

હું અને તું જોડાય અને રચાય ત્રીજી વાત આપણે....
પણ મને કાં તો ...."હું"....કાં તો ..."તું" દેખાય ....
અને તને કાં તો..."તું" દેખાય ...કાં તો " હું" દેખાય ...
પણ ત્રીજી વાત ..."આપણે" ના દેખાય !!

સમ + બંધ ...
બાંધો ....તો તૂટી જાય !!...અને ...છોડો....તો સંધાય જાય !!
સંબંધ...બંધન અને સ્વતંત્રતાનું...સચોટ...અતિ-સુક્ષ્મ...સુગંધિત...સમ + તુલન !!

વધારે બંધન અને ગ....યા!!
વધારે સ્વતંત્રતા ....અને ગ....યા !!
એક ત્રીજું જ બિંદુ ...ત્રીજી જ વાત.!!

સમ + તુલન....જરા પણ આમ + તેમ ..ના થઇ શકે !!
એક બાજુ નમ્યું ... અને ગયા....!!

આ તટ પણ નહિ....અને પહેલો તટ પણ નહિ ....તટ + અસ્થ !!

રાગ પણ નહિ ...અને દ્વેષ પણ નહિ....ત્રીજી જ વાત !!

ત્રીજી વાતને જોવી ...
ત્યાં ત્રીજા જ બિંદુ પર સંતુલન જાળવવું ...અઘરું છે...પણ એની જ મજા છે.