"દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે.
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે."
"સાચુ બોલવુ સારી વાત છે?
એતો ખબર નહી.
પણ એટલુ જરૂર ખબર છે, કે ક્યાં અને કેવા સંજોગો માં બોલવાનુ છે તેની પર તે આધાર રાખે છે."
"કીમત પાણી નહિ, તરસ ની થાય છે,
કીમત મૃત્યુ ની નહિ, શ્વાસ ની થાય છે,
સંબંધો તો ઘણા છે જીવન માં,
પણ કીમત દોસ્તી ની નહિ, તેના પર મુકેલા વિશ્વાસ ની થાય છે."
"મારી નિંદર છીનવી લેનાર જરા એ તો વિચારો!
અને તમે સપનામાં મળવાના વાયદા કરો છો?"
"સાચી વાત જ છે! શેક્સપિયરે જ કહ્યુ હતુ, કે " નામમાં શુ છે ?" અને એ વાત લખ્યા પછી એની નીચે પોતાનુ નામ લખવાનુ ન્હોતા ભુલ્યા!"
"ખબર પડી કે છૂટી જાશે આજકાલમાં ગાંઠ;
હ્રદયને ભૂલી ગયા, વાળીને રૂમાલમાં ગાંઠ.
ન દિલમાં ગૂંચ છે કોઈ, ન છે ખયાલમાં ગાંઠ;
પણ એની સામે રહે છે બધા સવાલમાં ગાંઠ.
નજર અમારી તો ઊંચી છે, અમને જાણ નથી,
કે કોણ બાંધી ગયું છે અમારી ચાલમાં ગાંઠ.
ન શ્વાસ સહેલથી ખેંચાય છે, ન દમ નીકળે,
ગળામાં કેવી આ બાંધી તમે વહાલમાં ગાંઠ!
પણ એને ખોલવાની નવરાશ છે ન હિંમત છે,
મને ખબર છે કે ક્યાં ક્યાં છે મારા હાલમાં ગાંઠ.
અહીં સમયના સકંજાથી કોણ છૂટે છે?
ઘડી ઘડીની પડેલી છે સાલ સાલમાં ગાંઠ.
તમારી યાદના ફેરાઓ કેવા મંગળ છે!
હજાર બાંધીને છોડી દીધી ખયાલમાં ગાંઠ.
જીવનની દોરી ઉભયની બહુ નિકટ થઈ ગઈ,
પડી જવાની હશે એમાં આજકાલમાં ગાંઠ.
‘મરીઝ’ ગાળીને એમાં જ પી રહ્યા છો શરાબ,
કદી ન પીવાની વાળી’તી જે રૂમાલમાં ગાંઠ?"
"પથ્થરોં કી નગરી મેં ફરિયાદ ક્યાં કરે,
દિલ હો પરેશાન તો જઝબાત ક્યાં કરે,
આપ કેહતે હોંગે કી આજ યાદ નહિં કિયા,
ભૂલે હિ નહીં આપકો તો યાદ ક્યા કરે.."
"સમય પણ અજીબ પરીક્ષા કરે છે,,
.
એક ને દર્દ આપી બિજાની રક્ક્ષા કરે છે,,
.
આ હ્રદયની જીદ તો જુવો મિત્રો,,
.
જીંદગીમા જે નથી મલવાનુ તેની જ ઝંખના કરે છે..!!!"
"માનો કે તમારે તમારી દુનીયા ની સહુથી પ્રેમાળ વ્યકતી
માટે એક ગીત ની લાઈન ગાવાનુ કહે તો એ એક ગીત કયુ હશે??
શરુઆત હુ જ કરુ છુ "પરીવાર" માટે.".
"તુમ મિલે, દિલ ખીલે ઔર જીને કો ક્યા ચાહીયે"
પ્રેમ સર્વ પર વરસાવો, વિશ્વાસ થોડાક પર રાખો, પણ ઈર્ષા તો કોઈની પર ન રાખશો.
કશું ના હોય ત્યારે અભાવ નડે છે,
થોડું હોય ત્યારે ભાવ નડે છે,
જીવન નું એક કડવું સત્ય એ છે કે,
બધું હોય ત્યારે સ્વભાવ નડે છે
કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે ચાંદથી સુંદર બની જા;
જગે પુજાવું જો હોય તારે
મટી જા માનવી પથ્થર બની જા."
કોઇપણ નથી જાણતુ કે આ રસ્તો ક્યાં જઈ રહ્યો છે?
થાકેલા છે બધા લોકો તો પણ ચાલતા જાય છે
સગા સંબધી નથી દેખાતા પણ
બધા ને ડોલર અને રૂપિયા દેખાય છે
તમેજ કહો મિત્રો શુ આનેજ જીવન કહેવાય છે?????
"જીવન માં એક સારી જીત મળે તો ઘણું.
માંગ્યા વિના જ તારી પ્રિત મળે તો ઘણું,
ઘણા રસ્તા પડે છે આ મોડ પર,
સાવ અચાનક જ મને તારી રાહ મળે તો ઘણું…"
"હમણા હમણા થયેલા સર્વેક્ષણ થી જાહેર કરવા માં આવ્યુ છે કે
જ્યારે પુરૂષ નુ હ્રદય કામ કરતુ બંધ થાય ત્યારે એને મ્રુત જાહેર કરવા માં આવે છે
અને.
.
.
.
.
.
.
.
.
.
જ્યારે એક સ્ત્રી ની જીબડી(જીભ) હાલતી બંધ થાય ત્યારે એને મ્રુત જાહેર કરવા માં આવે છે"
"હા હું તે કાર્ય કરીશ." તે મારો શુધ્ધ અહંકાર છે. અને ખરેખર તે મુજબ કાર્ય થવું એ તારી શુધ્ધ કરુણા છે......શબ્દનાદ
સચ કેહ્તે હે લોગ કે,
સચ્ચા દોસ્ત ઝીંદગી કી શાન હે,
મેં અબ તક ધુંડ નહિ પાયા,
કે મેરા સચ્ચા દોસ્ત કોન હે,
મેરી નઝર સે દેખો તો,
મેરા હર એક દોસ્ત મેરી જાન હે,
પર ઉનકી સબસે પ્યારી ચીઝ
અપની અપની જાન હે,
ઇસી ખયાલ મેં યારો,
મેરા દિલ પરેશાન હે કી કયું,
મેં અબતક ધુંડ નહિ પાયા,
કે મેરા સચ્ચા દોસ્ત કોન હે.
"એક દિવસ એક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો
આજે તમે એક નિબંધ લખીને મને આપો.
નિબંધનો વિષય છે — " જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ... ...ઇશ્વરની પાસે તમે શું માંગશો ??? ”
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.
ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા.
સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા.
ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા.
તેમણે પૂછ્યું, " કેમ શું થયું???કેમ રડો છો??? ”
શિક્ષિકાએ કહ્યું, " હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું "
તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “ જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ "
તેમના પતિએ નિબંધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું —
” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ... ટેલીવીઝન
(ટી.વી.) બનાવી દે.
હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું.
હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.
જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય.
મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.
અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ
સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું.
તેઓ કોઇ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.
જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી
પણ સંભાળ રાખે.
જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટીવી
બની ગયો હોવાથી મને તેમની કંપનીમળી રહે.
અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને
અવગણવાને બદલે મને જ જોવા ઝંખે.
અને…… મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.
હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને
કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને
ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું
મનોરંજન કરી શકું.”
હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બ
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.
તેમના પતિ બોલ્યા, " હે ભગવાન !!! બિચારું બાળક !!!! કેવા ભયાનક
માતા-પિતા છે !!!!! ”
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,
” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”"
"કાયમ સાથે રહેવાથી, પ્રેમ નથી વધતો..
થોડા દુર રહેવાથી, પ્રેમ નથી ઘટતો..
પ્રેમ તો માણસના, આત્મા માં વસે છે..
જે મોત ની સાથે, પણ નથી મરતો.."
"આંગળી ના ટેરવે થઇ ગઈ છે દુનિયા કાયમ...
નથી લાગતું ''ટેરવું'' સંવેદના ગુમાવી દેશે ?
કલમ વગર લખાતાં થઇ ગયા છે દુનિયાના લખાણો...
નથી લાગતું ''અગ્ર પેઢી'' લેખનકલા ગુમાવી દેશે ?
ઈમેલથી વિચારોની આપ-લે કરે છે દુનિયાના લોકો...
નથી લાગતું કે કલમ અને હૈયું ''પત્ર લેખનકલા'' ગુમાવી દેશે?
મરોડદાર અને કલાત્મક અક્ષરો હતી આપણી ઓળખાણ...
નથી લાગતું ''કી બોર્ડ'' આ ઓળખ ગુમાવી દેશે ? "
ખુદા ની એ રેહમત છે આંસુઓ નો રંગ નથી હોતો...
રાતે ભીંજાતા તકિયા તન્મય કૈક ભેદ ખોલી નાખત..!!!
તન્હાઈ કા મોસમ હે,
હમ હે ઓર સાથ મેં ગમ હે,
બસ યે સોચકર મુસ્કુરા દીયા કરતે હે,
કીસીને કહા થા હસ્તે રેહના,
તુમ્હે હમારી કસમ હે.
ધીરે ધીરે અપના બના ગયા કોઈ,
પ્યાર કે સપને દિખા ગયા કોઈ,
હે ખુદા યે પ્યાર હી હે,
યા ફીરસે ચુના લગા ગયા કોઈ.
આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.
આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?
આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?
લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?
દુઃખ પડે છે તેનો ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે."
"નથી રસ્તા સરળ કોઈ, કરે દિશાય છળ કોઈ ! સલામત ક્યાં છે જળ કોઈ ? ટીપે ટીપે વમળ કોઈ ! જડે ક્યાં એનું તળ કોઈ ? મળે માણસ અકળ કોઈ. નજર એ કેમ આવે પણ ? નજર આગળ પડળ કોઈ ! ઝીલો એકાદ પણ ‘સુધીર’, ગઝલની ખાસ પળ કોઈ."
રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી
વિનવે આ ભોળી રે ગોવાલણ
કંકુ કેસરના વ્હાલા સાથિયા પૂરાવશું
ને આંગણમાં પાડુ સારી ભાત
રહી જાઓ શ્યામ…
સૂના મંદિરિયામાં જ્યોતો પ્રગટાવશું
ને મીઠી કરીશું વ્હાલા વાત
રહી જાઓ શ્યામ…
બાઇ મીરાં કહે પ્રભૂ ગિરિધરના ગૂણ
જોતાં ઠરે છે મારી આંખડી
રહી જાઓ શ્યામ…
રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી
વિનવે આ ભોળી રે ગોવાલણ
- મીરાબાઇ
"જે વ્યકિત જતુ કરવાની ભાવના રાખે છે તેનુ કોઇ દિવસ કાંઇ જતુ નથી.
ને જે વ્યકિત ક્યારેય જતુ ના કરે તેનુ ક્યારેય કાંઇ બચતુ નથી........!!!!"
"કેટલાક લોકો આખી જીંદગી 'ઇન્ટેલિજન્ટ' થવા ખરચી નાંખે છે.
જયારે અમુક લોકો જન્મથી જ 'ગુજરાતી' હોય છે. "
મન સદા પ્રસ્સન રહેતા શીખી જાય તો આફતના સમયમાં પણ નુકસાન ન થાય. કાયમ લાભ પાંચમ જ રહે..;';
"
અહીં જે તેજ દીવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે.
મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા ય રસ્તામાં રહે છે.
ગયાં સંતાઇ મોતી એ વિચારે,
કે પરપોટા ય દરિયામાં રહે છે.
હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વૃક્ષ તડકામાં રહે છે.
ઉઘડતાં આંખ દેખાતાં નથી એ,
હવે સપનાં ય સપનામાં રહે છે.
ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.
ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે.
મરણ ‘બેફામ’નું ઝંખો છો શા માટે?
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?"
"પાણી ની જેમ વહેતી રહે ,સુરજ ની જેમ ચમકતી રહે ,
વસ્તી ની જેમ વધતી રહે ,પૈસા ની જેમ કીમતી રહે ,
બસ આ રીતે તમારી અને મારી દોસ્તી હસતી રહે ..."
"સ્પર્શ તું સુગંધ તું ....મારી લાગણીયો નો દરિયો તું ,.....મારા શ્વાસોનો લય તું ,....ને સ્વપ્નોનો સ્વર તું .....મારી ધડકન નું સંગીત તું .....દિલ ની ઉમંગ તું , તન નો તરવરાટ તું ,.....હાસ્ય નો ઝણકાર તું , આંખનો પલકાર તું ,....મારી તો જિંદગી તું ને જીવવાનું કારણ પણ તું ..."
"
हजारों ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले
बहुत निकले मेरे अरमाँ, लेकिन फिर भी कम निकले
डरे क्यों मेरा कातिल क्या रहेगा उसकी गर्दन पर
वो खून जो चश्म-ऐ-तर से उम्र भर यूं दम-ब-दम निकले
निकलना खुल्द से आदम का सुनते आये हैं लेकिन
बहुत बे-आबरू होकर तेरे कूचे से हम निकले
भ्रम खुल जाये जालीम तेरे कामत कि दराजी का
अगर इस तुर्रा-ए-पुरपेच-ओ-खम का पेच-ओ-खम निकले
मगर लिखवाये कोई उसको खत तो हमसे लिखवाये
हुई सुबह और घर से कान पर रखकर कलम निकले
हुई इस दौर में मनसूब मुझसे बादा-आशामी
फिर आया वो जमाना जो जहाँ से जाम-ए-जम निकले
हुई जिनसे तव्वको खस्तगी की दाद पाने की
वो हमसे भी ज्यादा खस्ता-ए-तेग-ए-सितम निकले
मुहब्बत में नहीं है फ़र्क जीने और मरने का
उसी को देख कर जीते हैं जिस काफिर पे दम निकले
जरा कर जोर सिने पर कि तीर-ऐ-पुरसितम निकले
जो वो निकले तो दिल निकले, जो दिल निकले तो दम निकले
खुदा के बासते पर्दा ना काबे से उठा जालिम
कहीं ऐसा न हो याँ भी वही काफिर सनम निकले
कहाँ मयखाने का दरवाजा 'गालिब' और कहाँ वाइज़
पर इतना जानते हैं, कल वो जाता था के हम निकले
--
चश्म-ऐ-तर - wet eyes
खुल्द - Paradise
कूचे - street
कामत - stature
दराजी - length
तुर्रा - ornamental tassel worn in the turban
पेच-ओ-खम - curls in the hair
मनसूब - association
बादा-आशामी - having to do with drinks
तव्वको - expectation
खस्तगी - injury
खस्ता - broken/sick/injured
तेग - sword
सितम - cruelity
क़ाबे - House Of Allah In Mecca
वाइज़ - preacher
"
જો મઁઝીલ મળે તો કોક મુસાફર પણ મળી જશે ત્યાઁ,
એ હમસફર બને “મુસ્તાક” એની રાહ જોઇ ને ઊભો છુઁ
"
મોર નાચતી વખતે પણ રડતો હોય છે..
હંસ મરતી વખતે પણ ગાતો હોય છે..
આ તો કુદરત ની કરામત છે....મીત્રો
દુઃખ વાળી રાતમાં ઉંધ નથી આવતી ને
ખુશી વાળી રાતમાં કોન ઉંધે છે...
"
ભુખ લાગે અને ખાય એ પ્રકૃતિ,
ભુખ કરતા વધારે ખાય એ વિકૃતિ,
ભૂખ હોય છતાં ભૂખ્યાને આપે એ સંસ્કૃતિ....
"ક્રોધની શરૂઆત મૂર્ખતાથી થાય છે અને અંત પસ્તાવાથી થાય થાય છે"
"
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.
અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.
તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.
એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.
એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.
"
અનુભવ થઇ ગયો એવો મને એકવાર પીછાનો,
પહાડોથી વધુ લાગી રહ્યો તો ભાર પીછાનો.
જગા એક્વેત પણ જોકે નથી આગણા માં રોકી પણ,
ગગન સમજે છે, શું હોઇ શકે વીસ્તાર ભાર પીછાનો.
પળેપળ નીડમાં અકળાતી એકલતા પુછી રહી છે,
અહીં ક્યારે ફફડશે મખમલી આકાર પીછાનો.
"
"સામે રહો નહીં તો સપનામાં આવશો
નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો
જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો
ને જો નદી થશો તો દરિયામાં આવશો
ચારે તરફ તમોને જોયા કરું છતાં
ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો....."
"
અર્જુન - હું પક્ષી ની આંખ વિંધી શકુ છુ !!
રજનીકાંત - હું તે પક્ષી ની આંખ માં રહ...ેલા કોષ ના પ્રોટીન ના એમિનો એસિડ ના પેપ્ટાઈડ બોન્ડ ને આરામ થી સૂતા સૂતા વિંધી શકુ છું !!
અર્જુન - સૉરી મોટાભાઈ...ભૂલ થઈ ગઈ !
જિંદગી ને
સરળતા થી સમજવા માટે અને
માનવી બનવા માટે 3 વાત યાદ
રાખવા જેવી છે.!!
1 - રડવું નહિ.
2 - લડવું નહિ અને
3 - કોઈ ને નડવું નહિ..!!
હતા જયારે સાથે ત્યારની વાતો યાદ આવે છે, તમે ભૂલી જાવ પણ તમારી દોસ્તી યાદ આવે છે, હ્સીખુસી અને મસ્તી નાં પલ કોને નાં સતાવે, વીતેલા કાલ ની વાતો આજે યાદ આવે છે.
(૧૨ જાન્યુઆરી ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨), જન્મે નરેન્દ્રનાથ દત્ત
૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.
યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે [૩] અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુધર્મના પુનરોદ્ધારમાં
વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે
તેઓ "અમેરિકાના ભાઇઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે
તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન 1893માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું
જન્મ તથા બાળપણ
*
સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવાર ની પૂર્વસંધ્યાએ સોમવાર તા. 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી.તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર શિવ ની આરાધના કરતા હતા.જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યુ હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે
તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી - પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. તેમની યુવાનીના વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતાં અને તેઓ કોઇ પણ વાતને બૌધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇન્કાર કરતા હતાં. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષાતો હતો.
નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સન 1871માંઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરસંસ્થામાં દાખલ થયા હતા અને સન 1879માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. તેઓ જ્યારે ખુબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો.
નરેન્દ્રનાથની માતાએ તેમના આધ્યાત્મિક વિકાસમાં ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા તે આ મુજબ હતું, " તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો; તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો.પરમ શાંત બનો; પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠ્ઠણ બનાવી દો." જાણવા મળે છે તેમ તેઓ ધ્યાનમાં પારંગત હતા.કહેવાય છે કે તેમને ઉંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો અને તેમને ધ્યાનદરમિયાન બુદ્ધના દર્શન થતા હતાં
૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.
યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે [૩] અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુધર્મના પુનરોદ્ધારમાં
વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે
તેઓ "અમેરિકાના ભાઇઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે
તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન 1893માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું
જન્મ તથા બાળપણ
*
સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવાર ની પૂર્વસંધ્યાએ સોમવાર તા. 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી.તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર શિવ ની આરાધના કરતા હતા.જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યુ હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે
તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી - પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. તેમની યુવાનીના વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતાં અને તેઓ કોઇ પણ વાતને બૌધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇન્કાર કરતા હતાં. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષાતો હતો.
નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સન 1871માંઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરસંસ્થામાં દાખલ થયા હતા અને સન 1879માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. તેઓ જ્યારે ખુબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો.
નરેન્દ્રનાથની માતાએ તેમના આધ્યાત્મિક વિકાસમાં ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા તે આ મુજબ હતું, " તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો; તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો.પરમ શાંત બનો; પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠ્ઠણ બનાવી દો." જાણવા મળે છે તેમ તેઓ ધ્યાનમાં પારંગત હતા.કહેવાય છે કે તેમને ઉંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો અને તેમને ધ્યાનદરમિયાન બુદ્ધના દર્શન થતા હતાં
"અમે બંને મળ્યા સંજોગ થી
અને હાલ દુર છીએ એ પણ સંજોગ થી
એમની બાહુપાસ માં રહિયા સંજોગ થી
અને હાલ એટલા જ દુર છીએ સંજોગ થી.."
ઉત્તમ કાર્ય, ઉત્તમ સમય તેમ જ ઉત્તમ વ્યક્તિની રાહ ન જુઓ.
હમણાં જે સમય તમારા હાથમાં છે એજ ઉત્તમ સમય છે.
મિત્રતા કરવા ની કોઈ રીત નથી હોતી,
લાગણીઓ ને રોકી સકે એવી કોઈ ભીત નથી હોતી,
સંબંધો જો સચવાય સાચા મન થી, તો.......
જીવન ની કોઈ પણ બાજી માં હાર-જીત નથી હોતી........
દુનિયામાં ખુશી એમને નથી મળતી જે પોતાની શરતો પર જીંદગી જીવે છે,
ખુશી એમને મળે છે જે બીજાના સુખની ખાતર પોતાની જીંદગીની શરતો બદલી નાખે છે.
મંદિરમાં દર્શન કરતી વખતે,
કોઈ પાસે ઊભુ છે તેવો આભાસ થાય,
એ પ્રેમ છે.
...આખા દિવસનો થાક,
જેની સાથે બેસવાની કલ્પના માત્રથી દૂર થઈ જાય,
... એ પ્રેમ છે.
માથું કોઈના ખોળામાં મૂકીને,
લાગે કે મન હળવું થઈ ગયું,
એ પ્રેમ છે.
લાખ પ્રયત્નો છતાં,
જેને નફરત ના કરી શકો,ભૂલી ના શકો,
એ પ્રેમ છે.
આ વાંચતી વખતે,
જેનો ચહેરો આપની સામે તરવરે,
એ તમારો પ્રેમ છે...
પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે ?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે ?
ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીરને,
લાજ રાખી લઉં છું તારી દોષ દઈ તકદીરને.
એટલા માટે શહાદતનો મને ભય ના રહ્યો
મેં જરા નજદીકથી જોઈ હતી શમશીરને.
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં
... ... જેવી રીતે જોઉં છું એમની તસવીરને.
ખાઈ માં પડેલો માનવી બચી ને ઉપર આવી સકે છે , પરંતુ
અદેખાઈ માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી સકતો નથી
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
હું નથી આ પાર કે તે પારનો,
મુક્ત યાત્રી છું હું પારાવારનો
વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી
રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો
ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ
દેવદુર્લભ થાળ છું કંસારનો
આમ હું આધારને શોધ્યા કરું
આમ હું આધાર છું આધારનો !
હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ
પ્રાણ મારા આ મુલક છે પ્યારનો
એક છોકરી આજે એમ શરમાઈ ગઈ,
કે તીજોરી લાગણીની છલકાઈ ગઈ,
મે પ્રેમથી જોયું એની આંખોમાં,
ને મને પ્રેમની વ્યથા સમજાઈ ગઈ.
જગતને જીતે તે વીર,
જાતને જીતે તે મહાવીર.....
જીવનના ઘટમાળમાં ઘડાય જવાનો,
સમયની સાથે હું બદલાય જવાનો,
બાંધી લઉં બધી યાદોને અત્યારે, કેમકે
કાલે સમય ખુદ બદલી જવાનો....
સંબંધ ભલે થોડા રાખો ,પણ એવા રાખો કે હૈયે હરખ ની હેલી પડે, મૌત ના મુખ માંથી ઝીંદગી વરસી પડે ,અને મૃત્યુ બાદ સ્મશાન ની રાખ પણ રડી પડે...............
છે નામ ઘણું નાનું,
પણ, કામ બહુ મોટું,
કરતા તો સૌ કરે છે.
પણ, કેહતા સૌ ડરે છે.
વિચારે છે તેને,
... ઝંખે છે તેને,
હૈયે તો દરેક ને છે.
પણ, હોઠે કોઈનેય નથી,
એક્જ શબ્દ...
ઘણું નાનું વાક્ય...
અઢી અક્ષર “પ્રેમ” ના
કેહતા સૌ કોઈ ડરે છે.
મારે તો બસ આટલૂ જ કહેવુ છે....
તમારી સાથે રહેવાઈ ઍટલુ રહેવુ છે....!
પ્રિયતમા હતા કદિક, એ અમારા નથી રહ્યા,
દિલદાર હતા કદીક, એ અમારા નથી રહ્યા.
ઉડી ગયું એ પંખી, દિલ ખાલી થઇ રડે,
સાથી ના સથવારા, હુંફાળા નથી રહ્યા.
વહે આંસુઓની સાથે, જે આપણા હતા,
... સપના તમારા, એ આજે અમારા નથી રહ્યા.
ચમકો ભલે આકાશે, વાટ અમારી ના જુઓ,
લીધા તમે જે રસ્તા, અમારા નથી રહ્યા.
લપટાઈ ચાંદની માં ભૂલ્યો, ઓ ચાંદ તું મને,
સહારા તારા પ્યાર ના સાચા નથી રહ્યા.
માંડી જો નથી એક નજર, તે અમાવાસે,
જાણ્યું અમે ઓ ચાંદ, તમે અમારા નથી રહ્યા.
@ કિસ્મતને ત્રીજી પેઢી હોતી નથી.
@ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જાઓ, ત્યાં જતાં જ આગળ વધવાનો માર્ગ અવશ્ય દેખાશે
@ સાચુ બોલવાનો ફાયદો એ છે કે પછી આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી.
@ જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
@ સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
@ ઓળખાણ વગરનો વિશ્વાસ, સંબંધ વગરની વાણી, કારણ વગરનો ગુસ્સો, જિજ્ઞાશા વગરની પૂછપરછ, પ્રગતિ વગરનું પરિવર્તન. આ પાંચ લક્ષણથી મૂર્ખતા ઓળખાય જાય છે
@ અભિમાનના આઠ પ્રકાર છેઃ ૧ સત્તાનું અભિમાન, ૨ સંપત્તિનું અભિમાન, ૩ બળનું અભિમાન, ૪ રુપનું અભિમાન, ૫ કૂળનું અભિમાન, ૬ વિદ્વતાનું અભિમાન, ૭ કર્તવ્યનું અભિમાન. પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી
@ ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોતા રહેતા હોય છે.
સુખ ને વહેચતા સીખો અને
દુખ ને સહન કરતાં,આંસુ લુંછતા સીખો અને કોઈને
હસાવતા સીખો ,પ્રેમ બે પલ છે, પણ તે બે પલ માં પણ
આખી જીંદગી જીવતા સીખો.....
આકૃતિ નહિ આકાર બદલાય છે , પરિસ્થિતિ બદલાતા વ્યવહાર બદલાય છે , સાચવી ને રહેજો આ સ્વાર્થી દુનિયા માં જરૂરત સાથે જોડીદાર બદલાય છે ...!!
સફર છે લાંબી એ પાર કરવી પડશે,
આવે તોફાની રાત પાર કરવી પડશે,
રાહ તો બનેલી હોય જ છે પથ્થરોથી,
પથ્થરોને મુકી બાજુ પાર કરવી પડશે,
ડરામણી રાતના સપના પણ ડરામણા,
હિમ્મતે વિતાવી રાત પાર કરવી પડશે,
નાસીપાસથનારનુ જીવન છે નાસીપાસ,
આત્મવિશ્વાસે જીન્દગી પાર કરવી પડશે,
નાવ પણ ડગમગે દરિયાયી તોફાનોમાં,
તોફાનોની વચ્ચે હાંકી પાર કરવી પડશે,
તડકો છાયો જીવનસીક્કાના બન્ને પાસા,
બન્નેને ભોગવી નીશીત પાર કરવી પડશે.
દુઃખીને
મદદ કરવા લંબાયેલો એક હાથ
પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ
કરતા વધુ સાર્થક છે...!!
સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય, ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય, બાદબાકી ની તૈયારી હોય તો અને ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય.
આજે પણ આપણા વિતેલા પ્રહરો યાદ છે,
ખીલતા ફુલો સમો ખીલેલો ચહેરો યાદ છે,
તિરછી નજરથી નિહાળતા એકાંત ખોળવા,
શરમાતા અરીસા થકી કરવો ઇશારો યાદ છે,
નદી પાળે બેસીને કરેલી પ્રેમની ગુફ્તગુઓ,
નીહાળતા જ્યાંથી સુરજને એ કિનારો યાદ છે,
કોઇ બહાને એકાંત ફાળવી લેતા એકબીજા,
તુજના ભાગ્યસંગ પાડ્યો અમ પનારો યાદ છે,
સ્વભાવથી મન જીતી સૌને રાજી રાખતા રોજ,
બાળકો ઉપર પ્રેમનો વરસાદ ઉતારો યાદ છે,
કંઇ કરી છુટવાની તુજની ઘર માટેની ભાવના,
ન વીસરી સકાય એવા ઘણા વિસ્તારો યાદ છે,
ઉમર સંગ ઘણુ ભલેને બદલાયુ હોય જીવનમાં,
આજદિને પણ છે પ્રેમનો એ જ સીતારો યાદ છે........!!!!!!!!
દરેક ની અંદર જીવતો હોય છે પોતાના દર્દ નો અહેસાસ
પરન્તુ વ્યસ્ત જીન્દગી માં નથી પોતાના નું દર્દ જોવાનો અહેસાસ.....
એક વાર કરી જુવો પોતાના ના દર્દ નો અહેસાસ
ઉર માં રેહશે ઉમન્ગ મન રેહ્શે પ્રસન્ન નહી થાય દુર હડસેલાયા અહેસાસ
રાજ કહે છે સહુ ને અન્તર થી એક વાત સુખ આપશો તો મળશે અનેક ગણુ સુખ જરુર થાશે હમેશા મીઠો અહેસાસ...........!!!!!!!!!
તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને મારી બીક લાગે છે.
ફરી પાછું એનું એ મળવું
છૂટા પડવું, મળવું :
એનું એ અમૃતચક્ર, વિષચક્ર,
ચક્ર, ચક્રાકાર ગતિ….
ફરી પાછી અપેક્ષા
ફરી પાછી ભરતી ને ઓટ
ચંદ્રનો ઉદય ને ક્ષય
ફરી પાછો ભય -
ખબર નથી કે ગીતનો લય
ક્યાં અને ક્યારે તૂટી જશે -
તું મારી નજીક નહીં આવ
ભલે આ ગીત અધૂરું રહે
ભલે આ ગીત વણગાયું રહે -
પણ હવે
ઉઝરડા સહન કરવાની
મારી કોઇ તાકાત નથી.
મારા વિરહને ખોખલું નાળિયેર ના સમજ
મારી ટકોરો લાગણીનો એને તું પરખ
આ વેદનાઓ ક્રમપ્રમાણે ચાલતી નથી
સૃષ્ટિની આ અસર છે હવે કર ન કોઇ શક
...
લયના સ્તરોની કૈંક સમજ હોવી જોઇએ
એમ જ તો અક્ષરો નહીં પ્રસરી શકે સતત
મેં લાગણી નિચોવી ભર્યા છે કટોરા કૈં
એમાં ડૂબેલ ડૂસકાતણી પામ તું ઝલક..
આજે પણ આપણા વિતેલા પ્રહરો યાદ છે,
ખીલતા ફુલો સમો ખીલેલો ચહેરો યાદ છે,
તિરછી નજરથી નિહાળતા એકાંત ખોળવા,
શરમાતા અરીસા થકી કરવો ઇશારો યાદ છે,
નદી પાળે બેસીને કરેલી પ્રેમની ગુફ્તગુઓ,
નીહાળતા જ્યાંથી સુરજને એ કિનારો યાદ છે,
કોઇ બહાને એકાંત ફાળવી લેતા એકબીજા,
તુજના ભાગ્યસંગ પાડ્યો અમ પનારો યાદ છે,
સ્વભાવથી મન જીતી સૌને રાજી રાખતા રોજ,
બાળકો ઉપર પ્રેમનો વરસાદ ઉતારો યાદ છે,
કંઇ કરી છુટવાની તુજની ઘર માટેની ભાવના,
ન વીસરી સકાય એવા ઘણા વિસ્તારો યાદ છે,
ઉમર સંગ ઘણુ ભલેને બદલાયુ હોય જીવનમાં,
આજદિને પણ છે પ્રેમનો એ જ સીતારો યાદ છે........!!!!!!!!
આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
સામે કોણ છે એ જોઈને સંબંધ રિસિવ કરતો થઈગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ સ્વીચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
આજે રીટા તો કાલે ગીતા એમ મોડેલ બદલતોથઈગયો
મિસિસને છોડીને મિસને એ કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પડોશીનુ ઊંચું મોડેલ જોઈ જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું,થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
હોય બરોડામાં અને છું સુરતમાં એમ કહે તો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પ્રેમની બંદગી કરી જીવવુ એ મોટી વાત છે,
મળેલા દિલની સંગ જીવવુ એ મોટી વાત છે,
હોય ઘણી લાગણી અને ન હોય કોઇ માંગણી,
એવા પ્રેમનુ જીવનમા પામવુ એ મોટી વાત છે,
જલતા રહે પરવાના ફક્ત એક શમાની પાછળ,
એનુ પ્રેમમા ફરી ફરીને મરવુ એ મોટી વાત છે,
પરિભાષા ન જાણનાર કેમ સમજે આ પ્રેમને,
સમજી, પ્રેમીને ઉત્તર આપવુ એ મોટી વાત છે,
હરપળ યાદોના ઝરોખેથી વહાવ્યા કરે આંસુ,
સામે આવ્યેથી હસવુ હસાવાવુ એ મોટી વાત છે....!!!!!!!
ધીમો ધીમો સાદ છે, નક્કી કંઇ વાત છે,
આ તો મૌસમનો પહેલો વરસાદ છે.
પક્ષીના કલરવમાં નવો એક રાગ છે,
કે આ તો મૌસમનો પહેલો વરસાદ છે.
ઝૂકી ઝૂકી રહેલી વૃક્ષની ડાળીનો સાદ છે,
આ તો મૌસમનો પહેલો વરસાદ છે.
માનવ મહેરામણમાં અનેરો આનંદ છે,
ભાઇ, આ તો મૌસમનો પહેલો વરસાદ છે.
તળાવ, નદી ને નહેર બધામાં,
કહી રહ્યું છે પાણીનું બૂંદ,
આ તો મૌસમનો પહેલો વરસાદ છે.
‘અનમોલ’ની એ જ મનની મુરાદ છે,
પ્રભુને થાળ ને તમને બધાને પ્રસાદ,
આ તો મૌસમનો પહેલો વરસાદ છે
રહેવા દો હવે રોજની તકરારની વાતો,
બેસીને કરો કોઈ દી તો પ્યારની વાતો.
બેહાલ થયો એજ ક્યાં ઉપકાર છે ઓછો,
રહેવા દો હવે દર્દના ઉપચારની વાતો.
ઝખ્મોથી ભર્યું મારું હૃદય તેં નથી જોયું,a
સુજી છે તને ક્યાંથી આ ગુલઝારની વાતો.
આપ્યું તું તને તેજ ગણી સ્થાન નયનમાં,
પણ તેં જ સુણાવી મને અંધકારની વાતો.
રજની એ ખતા ખાઈ ગયો મુર્ખ બનીને,
કરતો રહ્યો દુનિયાની સમક્ષ પ્યારની વાતો.
છુ હુ એક નાદાન નથી પડતી કોઇ ખબર મને,
તો કેમ હજી દર્શન ન આપી હેરાન કરો છો મને?
માન્યુ કે વાત નથી કરવી મારી સાથે,
પણ સ્વપ્નમા તો એકવાર આવી સતાવો મને..
ઝીંદગી મેં કભી પ્યાર કરને કા મન હો,
તો અપની મોંતસે પ્યાર કરના..
કયું કી દુનિયા કા દસ્તુર હે..
જીસે જીતના ચાહોગે.. ઉસે ઉતના હી દુર Paoge..
महावीर स्वामी पेड़ के नीचे बैढे थे|ध्यान मगन थे|पेड़ पर आम लटक
रहे थे वहीँ कुछ बच्चे खेल रहे थे वे पत्थर फैंककर आम तोड़ने लगे |
पत्थरों से एक-दो आम टूट पड़े| पर एक पत्थर महावीर को जा लगा और
उनके सिर से रक्त बहने लगा बच्चे डर गए|क्षमा याचना के लिए महावीर
के पास जा पहुंचे|महावीर की आँखों में आंसू थे |बच्चों ने कहा: प्रभु, हमें
क्षमा करें ,हमारे कारण आपको कष्ट हुआ है |प्रभु बोले:नहीं मुझे कोई कष्ट
नहीं है|बच्चों ने पूछा:तो फिर आपकी आँखों में आंसू क्यों?महावीर ने बताया:
पेड़ को तुम ने पत्थर मारा तो इसने तुम्हे मीठे फल दिये,पर मुझे पत्थर
मारा तो मै तुम्हे कुछ नहीं दे सका |इसीलिए मै दुखी हूं |
यह है उत्तम क्षमा
નથી રહ્યો હવે સમય કોના માટે ઉભા છો?
નહી પાછો ફરે સમય કોના માટે ઉભા છો?
કરવુ છે જે,કરો અત્યારે વગર જોયે રાહ,
ભરમાવ્યા કરે સમય, કોના માટે ઉભા છો?
બને કે બોલતા ન પણ આવડે બહુ સરસ,
વાણીથી શું ડરે સમય, કોના માટે ઉભા છો?
કોઇ સાથ દે ન દે પણ છે ને સંગ સ્વ-સાથ,
એકલો જ ચરે સમય, કોના માટે ઉભા છો?
લખવી છે જો ગઝલ, ચલાવો કલમ હાલ,
કલમ નહી હરે સમય, કોના માટે ઉભા છો?
ભારે, અધિરીયા! કહી કદાચને પજવે પણ,
કરનારને જ વરે સમય, કોના માટે ઉભા છો?
પોતાના જેને કહ્યા’તા ક્દાચને હોય ઘણા દુર,
ફરતા જ તો ફરે સમય,કોના માટે ઉભા છો.......???????
ભૂલ એ જીવનનું પાનું છે ....પણ
સંબંધ એ આખી બૂક છે .
જરૂર પડે તો ભૂલનું પાનું ફાડી નાખજો .
પણ આખી બૂકને કદી ફાડી ખોઈ ના દેતા .......
પ્રેમ ની રમત જીતવા દિલ હાર્યા અમે....
એક બુંદ જળ માટે દરિયો હાર્યા અમે.....
જેના માટે બધું જ હરવા તૈયાર હતા ....
બધું જીતી ગયા ને ફક્ત એમનેજ હારી ગયા અમે.....♥
વસ્ત્રથી ગાળેલ "પાણી" સ્વાસ્થ્ય ટકાવે છે ,
અને
વિવેકથી ગાળેલ "વાણી" સંબધ ટકાવે છે....
થોડુંક હસી લો (Joke)
તમને સુખ એટલું મળશે જેટલું તમે પુણ્ય કર્યું હશે;
પરંતુ, 'શાંતિ' એટલી જ મળશે જેટલી ઘરવાળીની ઈચ્છા હશે!
વ્યસ્ત રહેવું પૂરતું નથી. વ્યસ્ત તો કીડીઓ પણ રહેતી હોય છે. સવાલ એ છે કે 'આપણે શાને માટે વ્યસ્ત છીએ?'
આ સલમાનખાન કોણ જાણે ક્યાં જઈ ને અટકશે???
એનો ઉતરતો ક્રમ તો જુવો!!
૨૦૦૯ માં વોન્ટેડ માં આઈ.પી.એસ...
૨૦૧૦ માં દબંગ ઇન્સ્પેક્ટર...
૨૦૧૧ માં બોડીગાર્ડ બની ગયો...
આવનારી ફિલ્મો કદાચ આવી હોઈ શકે!!
૨૦૧૨ -- સીકીયોરીટી ગાર્ડ
૨૦૧૩ -- વોચમેન
૨૦૧૪ -- પોસ્ટમેન !!!!!!
?
?
?
ઘેર ઘેર માટીનાં ચૂલા
ભારતભરમાં ફક્ત એક જ જગ્યા છે, જ્યાં ભોજન સસ્તું છે
ચહા - ૧.૦૦ રૂપિયો
સૂપ - ૫.૫૦ રૂપિયા
દાળ - ૧.૫૦ રૂપિયા
ઢોસા - ૪.૦૦ રૂપિયા
બિરયાની - ૮.૦૦ રૂપિયા
ચિકન - ૨૪.૫૦ રૂપિયા
.
આ વાનગીઓ ફક્ત 'ગરીબ' લોકો માટે જ છે, અને આ ભાવે, એ
મળવાનું સ્થળ છે 'ઇન્ડિયન પાર્લિયામેન્ટની કેન્ટીનમાં !
.
અને આ 'ગરીબ'જનોનો સરેરાશ પગાર છે મહિનાનો ૮૧૦૦૦
રૂપિયા, કોઈ પણ કરકપાત વિના.
તમને જો લાગે, તો આ કાપલી કોપી-પેસ્ટ કરીને
તમારા સ્ટેટસ પર મુકો,
જેથી આપણા પ્રધાનોની ગરીબી બધાના ધ્યાનમાં આવે
બહુ કીમતી એ ઘડી નીકળી ગઈ
હતી પળ બે પળ જિંદડી નીકળી ગઈ
દિવસ થાય ને રાત આવે અહીં તો
કે મહિના વરસની લડી નીકળી ગઈ
ગયો ગર્વ ફૂલોનો પણ આજ જ્યારે
ખરી ને બધી પાંદડી નીકળી ગઈ
હતી ગોદ પર્વત તણી પળ બે પળની
વિવશ થૈ નદી બાપડી નીકળી ગઈ
કરી મેં સિતારાને તારી ઘણી વાત
નયન આંસું લૈ રાતડી નીકળી ગઈ
ન મળ્યો મને એક આ શબ્દ ‘પ્રેમ’
મગજથી લો બારાખડી નીકળી ગઈ
મહેંકી ગયાં શ્વાસ મારાં ગુલાબી
હવા એમને બસ અડી નીકળી ગઈ
નહીં આજ ‘સપનાં’ નહીં જોઉં તારા
કરી જીદ બસ આંખડી નીકળી ગઈ.......!!!!!!!
કંજૂસાઇની હદ:
કંજૂસ(મહેમાનને)- બોલો, શું લેશો? ગરમ કે ઠંડું?
મહેમાનને ખબર હતી કે ઘરઘણી કંજૂસ છે અને આજે મોકો મળ્યો છે તો બંન્ને માંગી લઉં.
મહેમાન- ગરમ અને ઠંડું.બન્ને.
કંજૂસ- રામુ, અડધો ગ્લાસ ફ્રિજરમાંથી ઠંડું અને અડધો ગ્લાસ ગિઝરમાંથી ગરમ પાણી લઇ આવ.
ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમ હાલ રમવા ગઈ છે..
ભારતીય ટીમનું ફોર્મ એટલું ખરાબ છે કે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરો અત્યારે પોતાની જાત ને અને ઇંગ્લેન્ડની ટીમને મહાન ગણે છે.
... ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈને તો એવું કહી દીધું કે ભારતીય ટીમમાં બધા ગધેડા છે....
પણ મને લાગે છે કે નાસિરભાઈની યાદશક્તિ થોડી ઓછી લાગે છે કે.....
આ ગધેડાઓના તબેલા( INDIA )માં જ તમારી ટીમના પ્લેયરો ચરવા આવે છે ( IPL રમવા )એટલે તમારા પ્લેયરો તો આંતરરાષ્ટ્રીય ગધેડા જ કહેવાયને ……….!
શું કહો છો દોસ્તો??
..............................................................................................................
હાસ્ય નો આ ધોધ ૧ લાખ લોકો સુધી પહોચાડ્વા માટે "શેર" કરી ને અને "ટેગ" કરી ને મદદ કરો...."જલ્સા કરોને જેંતીલાલ" ની નહી, એ ૧ લાખ લોકો ની..નહી તો બિચારા ઊદાસ જ રહેશે !!
જીવન બાવન પત્ત્તા જેવું છે,
તમારા હાથ માં કેવા પત્ત્તા આવશે
તે કિસ્મત ના હાથ ની વાત છે,
...
પણ કેવી રીતે રમવું તે તમારા
"કલેજા"ની વાત છે...........
કડકડતી ઠંડીમાં તારી ગેબી વાણીં અસ્ખલિત વહી રહી હતી. બ્રમ્હાંડનું રહસ્ય, ગીતાનું જ્ઞાન, વેદોનીં ઋચાઓ તો દૈત અદૈતનાં અગણિત રહસ્યો તું મને સમજાવતો હતો. પરંતુ હું બેચેન હતો ! "હમણાં આવું." કહી હું વાડામાં ગયો. પાછો આવ્યો ત્યારે વિસ્મિત નયને તું મને નિહાળતો હતો. "ક્યાં ગયો હતો ?" તારાથી ન જ રહેવાયું. "કંઈ નહીં..જરા આ વાડાનાં ખુણાંમાં એક કુતરી વિંયાણીં છે...તેનાં પર કોથળો નાખી આવ્યો...હાં બોલ." ને તેં સંતોષ સાથે ફરી વાત શરુ કરી....શબ્દનાદ
બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ,
બધા જ હાથમાં ઊભા હતા હથોડી લઈ.
ઘણાય લાગણી ઉઘરાવતા ફરે કાયમ,
સદાય આંસુ-ઉદાસીની કાંખઘોડી લઈ.
કદીક કોઈને પૂછ્યું હતું અટકવું’તું,
બધું બગાડી મૂક્યું છે સ્વયમનું ફોડી લઈ.
ગયું’તું ડૂબી બધું કાલ મરજીવાનું પણ,
સવાર પડતાં ગયો દરિયે ફરી હોડી લઈ.
ઉદાસ ડાળ પછી સાંજ લગી રહી રડતી,
ઘડીક કોઈ થયું ખુશ ફૂલ તોડી લઈ.
રહ્યો ન ભાર કશો, હળવા ફરાયું ‘મિસ્કીન’,
મુસાફરીમાં નીકળ્યો’તો બે જ જોડી લઈ.
માનવ મંત્ર:
જીવન માં હમેશા બે વાત હમેશા યાદ રાખો
૧) ઉપયોગ કરવો હોય તો વસ્તુઓ નો કરો, લોકોનો નહિ
૨) પ્રેમ કરવો જ હોય તો લોકોને કરો, વસ્તુઓને નહિ
બાપુ દારુ પીને તાળુ ખોલતા હતા પણ હાથ ધ્રુજતા હતા એટલે ખુલતું નહોતું. એટલા માં એક માણસે કિધુ લાવો તાળુ ખોલી આપું.
બાપુ : તાળુ તો હું ખોલી લઈશ તું ખાલી આ મકાન પકડ ને.
ઘણી વાર ઈશ્વર તેવા વ્યક્તિઓ ને આ દુનિયા મા મોકલે છે, કે તેઓ પોતાની છાપ છોડી જાય છે. અને આપણા હ્રદય મા ઘર કરી જાય છે. જનાબ સૈફ પાલનપુરી તેમા થી ઍક છે, અને તેમની કૃતિઓ નો હુ દીવાનો છુ, ક્યારેક સમય જરૂર કાઢજો… … જયેશ કાતરિયા
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
મોર નાચતી વખતે પણ રડતો હોય છે..
હંસ મરતી વખતે પણ ગાતો હોય છે..
આ તો કુદરત ની કરામત છે....મીત્રો
દુઃખ વાળી રાતમાં ઉંધ નથી આવતી ને
ખુશી વાળી રાતમાં કોન ઉંધે છે...
मैंने कहा वो अजनबी है
दिल ने कहा ये दिल्लगी है
मैंने कहा वो सिर्फ एक सपना है
दिल ने कहा फिर भी वो अपना है
मैंने कहा वो दो पल की मुलाकात है
दिल ने कहा वो जनम जनम का साथ है
मैंने कहा वो मेरी हार है
दिल ने कहा वही तो तेरा प्यार है
એકવાર જેંતિલાલ હોટેલ મા જમવા ગયા....પીઝા નો ઓર્ડર આપ્યો....
.
.
વેઈટર - સાહેબ, કયા લાવુ? ઈટાલિયન કે સ્પેનિશ ?
...
.
.
જેંતિલાલ - કોઈ પણ લાવ....મારે તો ખાવા છે - વાત ક્યા કરવી છે !!
.........................................................................................................
હાસ્ય નો આ ધોધ ૧ લાખ લોકો સુધી પહોચાડ્વા માટે "શેર" કરી ને અને "ટેગ" કરી ને મદદ કરો...."જલ્સા કરોને જેંતીલાલ" ની નહી, એ ૧ લાખ લોકો ની..નહી તો બિચારા ઊદાસ જ રહેશે !!
રાત સવારની રાહ નથી જોતી ,
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી ,
જે પણ ખુશી થી મળે દુનિયામાં ,
એને શાન થી સ્વીકારજો ,
કેમકે જિંદગી સમય ની રાહ નતી જોતી …
સુખ ને વહેચતા સીખો અને દુખ ને સહન કરતાં,આંસુ લુંછતા સીખો અને કોઈને હસાવતા સીખો ,પ્રેમ બે પલ છે, પણ તે બે પલ માં પણ આખી જીંદગી જીવતા સીખો.............
માણસ જેવો માણસ ક્ષણમાં
ધુમાડો થઈ જાય એ કંઈ જેવીતેવી વાત નથી.
ઘરઘર રમતાં પળમાં કોઈ
પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવીતેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ.
કાચનદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ
અટકી જાય એ કંઈ જેવીતેવી વાત નથી.
હથેળીઓની વરચે એના ગુંજયા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું
દીવાલો કહેવાય એ કંઈ જેવીતેવી વાત નથી.
સૂરજનો અજવાશ ગોખમાં દીવો થઈને થરકે.
સ્તબ્ધ ભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ
ઘટનાઓ તરડાય એ કંઈ જેવીતેવી વાત નથી
જિંદગી એવી ના જીવો કે કોઇ ફરિયાદ કરી જાય, જિંદગી એવી ના જીવો કે કોઇ ફરિયાદ કરી જાય, જિંદગી એવી જીવો કે કોઇ ફરી યાદ કરી જાય
મારી જીંદગી સાથે એક અજબ વાત થઇ ગઈ
આજે ફરી એક વાર એની સાથે મુલાકાત થઇ ગઈ
તે આવ્યા ત્યારે તો અજવાળું હતું
પણ ગયા ત્યારે અંધારી રાત થઇ ગઈ
હું છું ગુજરાતી,
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,
પુજા પાઠ મા હુ બ્રાહ્મણ જેવો,
વેપારમાં હું વાણિયા જેવો,
... ...છુબળ અને બુધ્ધિમાં લુહાણા જેવો,
સાન મારી પટેલ જેવી,
ભક્તિમાં હું નરસિહ મહેતા જેવો,
તાકાત મારી સરદાર પટેલ જેવી,
વહીવટ મારો નરેન્દ્ર મોદી જેવો,
હું છું ગુજરાતી....
आज सारा कर्ज़ा चुक गया,आँखो का हर मोती बिक गया,
डोली क्या उठी उसकी,मे अपनी नज़रो मे उठ गया !!
મારી કવીતા એજ મારું કથન છે,
મારી તો ચાદર જ મારું કફન છે….
જીવન બાવન પત્ત્તા જેવું છે,
તમારા હાથ માં કેવા પત્ત્તા આવશે
તે કિસ્મત ના હાથ ની વાત છે,
...
પણ કેવી રીતે રમવું તે તમારા
"કલેજા"ની વાત છે...........,
દોસ્તી કરો કોલેજ વાલી સે,
ઇશ્ક કરો ઓફીસ વાલી સે,
ફ્લેર્ત કરો પડોસ વાલી સે,
...
પ્યાર કરો દિલવાલી સે,
આંખ લાડવો સાલી સે,
ઔર માર ખાઓ ઘરવાલી સે
મિત્રતા કરવા ની કોઈ રીત નથી હોતી,
લાગણીઓ ને રોકી સકે એવી કોઈ ભીત નથી હોતી,
સંબંધો જો સચવાય સાચા મન થી, તો.......
જીવન ની કોઈ પણ બાજી માં હાર-જીત નથી હોતી......"છેલછબીલો"
કૃષ્ણની વાંસળીમાં થી વહેતા સ્વરને હું કોસ્મિક સ્મ્ફની કહું છું.કૃષ્ણ ના મોમાં બ્રહ્માંડ જોવા માટે યશોદાની આંખ જોઈએ ,
કૃષ્ણનો પ્રેમ પામવા માટે રાધાનું હૃદય જોઈએ. કૃષ્ણનો ઉપદેશ ઝીલવા માટે અર્જુનની ઋજુતા જોઈએ .કૃષ્ણનો પક્ષપાત
પામવા માટે પાંચાલી ની શ્રદ્ધા જોઈએ . કૃષ્ણની કૃપા પામવા પામવા માટે ભક્તિની ભીનાશ જોઈએ .કૃષ્ણના જીવનના ઘણાખરા વરસો ગુજરાત માં વીત્યા હતા તેથી એવું જરૂર કહીશકાય કે તેવો જગતગુરુ હતા તોયે ગુજરાતી હતા !!!
સુવિચાર સેવનાર અને તે પ્રમાણે વર્તનાર માનવી બીજામાં પણ એવા જ સુવિચારનું બીજારોપણ કરશે કે જેના મીઠાં અને સારાં ફળ આવ્યા વગર રહેશે નહિ. આ રીતે સદભાવનાનું ઉમદા બિયારણ તૈયાર થતું રહેશે.
આપને વિષયોને ભોગવી ન શક્યા ,વિષયો જ આપણને બોગવી ગયા ,
સમય પસાર ન થયો , આપને જ પસાર થઈ ગયા ! તૃષ્ણા સમાપ્ત ન થઈ
આપણે જ સમાપ્ત થઈ ગયા !! ભર્તૃહરિ .
ચોથા ચોથા જુગમાં રાણી, તું હતી પીગલાને અમે રે ભરથરી રાજા રામના ,
ચાર ચાર જુગના રાણી ઘરવાસ આપણા ને , તોયે ન હાલી મારી , રાણી પીગળા .
પેલા પેલા જુગમાં રાણી .....
ગણેશજીના વિવિધ રૂપો..
તિબેટમાં ગણેશજી રાક્ષસોથી રક્ષણકર્તા તરીકે માનવામાં આવે છે જેથી મંદિરના મુખ્ય દ્વાર પર મૂર્તિ રૂપે ચિત્રમાં જોવા મળે છે. તામ્બોમાં દેવાલયના મુખ્યદ્વાર પર વ્યાઘ્રચર્મ પર ગણેશજીની મૂર્તિ કંડારેલી છે. તેમના ગળામાં રુદ્રાક્ષમાળા અને સર્પ જોવા મળે છે.
ઈરાનમાં ગણેશજી શૂરવીર યોદ્ધાના સ્વરૂપે જોવામાં આવે છે. તેઓ શંકર ભગવાનના ગણના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમને દાઢી પણ છે. ચીનમાં ગણેશજી ગૂઢ વિદ્યાના દેવતા ગણાય છે. અફઘનીસ્તાનમાં ઈજિપ્ત સંસ્કૃતિ પ્રમાણે તૈયાર કરેલી સાતમી કે આઠમી સદીની ગણેશજીની મૂર્તિ જોવા મળે છે. બૉર્નિયામાં જટાધારી અને ગળામાં સર્પોના હાર સહિત ગણેશજીની મૂર્તિ જોવા મળે છે. ઉત્તર વિયેટનામમાં ગણેશજીના ચહેરા પર એક આખો અને બીજો અડધો દાંત જોવા મળે છે.....જય ગણેશ
જ્યાં દિલ લાગે છે ત્યાં દુનિયા નડે છે,
જ્યાં પ્રીત મળે છે ત્યાં પોતાના નડે છે,
શું કહું ખુદા ને, કે હે ખુદા…
જ્યાં મરજી મળે છે ત્યાં મજબુરી નડે છે.
મિત્ર તેને કહે,
જેની આગળ તમે
હૃદયમાં જે કંઈ હોય તે
ઠાલવી શકો -
દાણા અને કુસકી,જે હોય તે બધું જ!
તમને
ખતરી હોય
કે
કોમળ હાથો એને
ચાળવાના છે
અને
જે રાખવા જેવું હોય તે રાખી લઈને
બાકીનું
કરુણાની ફૂક વડે
ઉરાડી મૂકવાના છે. ~~~~~~~~~~~~~~~~~~~~ અરબી કહેવત.
દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે..
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે…
બહુ ભાગ્યશાળિ હોય છે એ જે પ્રેમમા ફાવિ જાય છે,
બાકિ ઘણા અમારી જેમ અધ્વચ્ચે અટવાય છે!!
હજુ હર્યા નથિ અમે એ ધ્યાન રાખજો,
આતો ક્યારેક ધુરંધરોથી પણ ભુલ થાય છે.
મંદિરમાં દર્શન કરતી વખતે,
કોઈ પાસે ઊભુ છે તેવો આભાસ થાય,
એ પ્રેમ છે.
...આખા દિવસનો થાક,
જેની સાથે બેસવાની કલ્પના માત્રથી દૂર થઈ જાય,
... એ પ્રેમ છે.
માથું કોઈના ખોળામાં મૂકીને,
લાગે કે મન હળવું થઈ ગયું,
એ પ્રેમ છે.
લાખ પ્રયત્નો છતાં,
જેને નફરત ના કરી શકો,ભૂલી ના શકો,
એ પ્રેમ છે.
આ વાંચતી વખતે,
જેનો ચહેરો આપની સામે તરવરે,
એ તમારો પ્રેમ છે
કોઈ પાસે ઊભુ છે તેવો આભાસ થાય,
એ પ્રેમ છે.
...આખા દિવસનો થાક,
જેની સાથે બેસવાની કલ્પના માત્રથી દૂર થઈ જાય,
... એ પ્રેમ છે.
માથું કોઈના ખોળામાં મૂકીને,
લાગે કે મન હળવું થઈ ગયું,
એ પ્રેમ છે.
લાખ પ્રયત્નો છતાં,
જેને નફરત ના કરી શકો,ભૂલી ના શકો,
એ પ્રેમ છે.
આ વાંચતી વખતે,
જેનો ચહેરો આપની સામે તરવરે,
એ તમારો પ્રેમ છે
"મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ
હથેળી ના દરિયાને દર્પણ માનીને
તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
... આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે
રોમરોમ તારામાં પીગળ્યો
દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
મનગમતાં નામને ઉમર ના હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય
અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ."
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ
હથેળી ના દરિયાને દર્પણ માનીને
તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
... આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે
રોમરોમ તારામાં પીગળ્યો
દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
મનગમતાં નામને ઉમર ના હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય
અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ."
એક વાર માણસે કોયલને પૂછયું કે
કોયલ તારામાં કાળાશ ન હોત તો
તું કેટલી સારી હોત?
એક વાર માણસે સાગરને પૂછયું કે
સાગર તારામાં ખારાશ ન હોત તો
તું કેટલો સારો હોત?
વળી, એક વાર તેણે ગુલાબને પૂછયું કે
હે ગુલાબ તારામા કંટંક ન હોત તો
તું કેટલું સારું હોત?
આ સાંભળી કોયલ, સાગર અને ગુલાબ
ત્રણેય એક સાથે બોલી ઉઠયા……
હે માનવ!!! તારામા બીજાના દોષ જોવાની કુટેવ ના હોત…
તો તું કેટલો સારો હોત?…
વરસાદ ગયા પછી હંમેશ માટે
માટીનું ભીનું રહેવું જરુરી નથી હોતુ.
મુખમાંથી એકવાર સરી ગયેલ શબ્દોને,
ફરી ગોઠવીને કહેવું જરુરી નથી હોતું.
શમજી ન શક્યા હોય તો વિચારવુ પડે
સમજી લીધા પછી ઝાઝું
વીચારવુ જરુરી નથી હોતુ.
ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે
થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે
બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે
અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું
હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે
મળી છે રાત અંધારી અને બોલી નથી શકતા
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે
કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે
જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે
નજર થી નજર ટકરાઈ ને ,
ધબક્યું 'તું શું એજ ,આ દિલ હશે ?
જોયું 'તું તારી કીકી મહી ,
શું એજ આ સ્વપ્ન હશે ?
આ મીઠો શો ડંખ ને,
વળી રાતની વેરણ નીંદ ,
લોક કે'તાતા શું એજ આ પરિણય હશે ?
ન ગમતી આ શોક્ય જુદાયી ની ,
વળી ટહુકી ઉઠું તારા મધુર સ્પર્શે ,
હું વાંછતી'તી શું એજ આ વ્હાલપ હશે ?
સાંજ ઢળી ને ગુંજ્યો કલરવ પંખી નો ,
તું અને હું જોતા દ્રશ્ય એ સમી સાંજ નું ,
આપણે જવું સંઘાથે શું એજ આ મંઝીલ હશે ?
આ ગુજરાત છે ! અહીં પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે ને પ્રકૃતિનો વરસાદ છે ! બૉસ, આ ગુજરાત છે ! અહીં નર્મદાનાં નીર છે માખણ અને પનીર છે ને ઊજળું તકદીર છે ! યસ, આ ગુજરાત છે ! અહીં ગરબા-રાસ છે વળી જ્ઞાનનો ઉજાસ છે ને સોનેરી પરભાત છે અલ્યા, આ ગુજરાત છે !અહીં ભોજનમાં ખીર છે સંસ્કારમાં ખમીર છે ને પ્રજા શૂરવીર છે ! કેવું આ ગુજરાત છે !અહીં વિકાસની વાત છે સાધુઓની જમાત છે ને સઘળી નાત-જાત છે યાર, આ ગુજરાત છે !અહીં પર્વોનો પ્રાસ છે તીર્થો તણો પ્રવાસ છે ને શૌર્યનો સહવાસ છે ! દોસ્ત, આ ગુજરાત છે. !
અમેરિકા ના ૩૮% ડોકટરો ભારતિયો છે.
અમેરિકા ના
૧૨% વૈગ્નાનિકો ભારતિયો છે.
અમેરિકામા ૩૮% નાસા ના વૈગ્નાનિકો
ભારતિયો છે.
અમેરિકા મા ૩૪% માઈક્રોસોફ્ટ્કર્મચારિયો ભારતિયો
છે.
અમેરિકા મા ૧૭% ઇન્ટેલ ના કર્મચારિયો ભારતિયો છે.
અમેરિકા મા ૨૮% આઈ.બિ.એમ્ ના કર્મચારિયો
ભારતિયો છે.
ભારત મહાન છે. પણ ભારતિયો મહાન નથિ.
વિચારો જો
આ બધા લોકો ભારત માટે કામકરે તો
ભારત કેટલિ પ્રગતિ કરે?
અમેરિકા ના
૧૨% વૈગ્નાનિકો ભારતિયો છે.
અમેરિકામા ૩૮% નાસા ના વૈગ્નાનિકો
ભારતિયો છે.
અમેરિકા મા ૩૪% માઈક્રોસોફ્ટ્કર્મચારિયો ભારતિયો
છે.
અમેરિકા મા ૧૭% ઇન્ટેલ ના કર્મચારિયો ભારતિયો છે.
અમેરિકા મા ૨૮% આઈ.બિ.એમ્ ના કર્મચારિયો
ભારતિયો છે.
ભારત મહાન છે. પણ ભારતિયો મહાન નથિ.
વિચારો જો
આ બધા લોકો ભારત માટે કામકરે તો
ભારત કેટલિ પ્રગતિ કરે?
હોઠે ચડેલા આ શબ્દો વાળી ગયો,
તોફાન ભાતરના પછી ખાળી ગયો.
બાજી હવે જે રાહ લે, મંજૂર છે;
પ્યાદા વડે હું હાર તો ટાળી ગયો.
એની પરિક્ષાઓ મને ગમતી હતી,
પણ કેમ જાણે હું જ કંટાળી ગયો.
નાચી નજર ના રાખ તું મારી તરફ,
કોનો હતો શું વાંક એ ભાળી ગયો.
આ ભેદ આંસુનો કહું કોને ખુદા,
કે પ્રેમમાં હું જાત ઓગાળી ગયો.
છે યોગ એવા કે સુરા ઓછી પડે,
તો જામ પણ આંસુ ભરી ગાળી ગયો.
ચાડી કરી ગ્યો કાફિયો મારી છતાં,
આખી ગઝલમાં છંદ હું પાળી ગયો.
રાખી હતી મેં આંખ ખુલ્લી મોત પર,
હા એટલે સાચા સગા ચાળી ગયો
ઘર મહીં આકાશ જેવું હોય છે ક્યાં ?
તિમિરમાં પ્રકાશ જેવું હોય છે ક્યાં ?
મનને સમજાવ્યા કરું છું રાત આખી
પાસ મારી આશ જેવું હોય છે ક્યાં ?
પાંપણોમાં રજકણો શોધ્યા કરું પણ
આંખમાં ભીનાશ જેવું હોય છે ક્યાં ?
પાનખર ધેરી વળે છે બાગને જ્યાં
પણ પાસે લીલાશ જેવું હોય છે ક્યાં ?
આમ ભરતી ઓટ દરિયામાં સતત છે
લેરમાં ખારાશ જેવું હોય છે ક્યાં ?
કેરીના વ્રુક્ષ પાસેથી દાડમ ની અપેક્ષા નહી રાખતો માણસ,
નદી પાસેથી દૂધ ની અપેક્ષા નહી રાખતો માણસ , કાપડની
દુકાનમાં દાગીનાની અપેક્ષા નહી રાખતો માણસ ,વાસણ
બજારમાં અનાજ ની અપેક્ષા નહી રાખતો માણસ અને ગાય
પાસેથી દહી મળી જવાની અપેક્ષા નહી રાખતો માણસ જયારે
એક જ માણસમાં નમ્રતા ,દયા , શાંતિ ,ક્ષમા , તાપ, ત્યાગ ,સત્ય
વગેરે તમામ ગુણોની અપેક્ષા રાખે છે ત્યારે સ્તબ્થ થઈ જવાય છે .
કોને હતી ખબર, ક્ષણની આ ભુલ આટલી ભારે પડશે.
ના પાડ્યા પછી પણ, એમની મારે કેટલી જરૂર પડશે.
ચમનમાં આવ્યા પછી ભ્રમરને ખબર છે, પુષ્પની જરૂર પડશે.
વહી ગયું છે બધુંય આજે, પણ એ યાદોની કેટલી જરૂર પડશે.
'હાં' હોવાય છંતાય, મજબુર છું કે આજે 'નાં' ની જરૂર પડશે.
... ઉડી જવું છે આકાશમાં, ઉડવા માટે પાંખનીય જરૂર પડશે.
ન જો તારા ભ્રમિત ભુતકાળને, ભવિષ્યનીય તને જરૂર પડશે.
છોડ્યું છે હવે તીર જ્યારે, અચુક 'લક્ષ્ય' નીય જરૂર પડશે.
ભુલથીય હવે પ્રેમ ના કરતા, નહી તો પસ્તાવાનીય જરૂર પડશે
કેટલી સરસ મુલાકાત હતી
જાણે કયામત ની રાત હતી
અમારી આંખો ને એમનો ઇંતજાર
ને એમનો પાછળથી કરેલો સાદ
આટલી તો સરસ શરુઆત હતી
ચાંદ, તારા અને પ્રાર્થનાનો સૂર
એમનો સંગાથ, ને ઝાંઝરનો ઝંકાર
જાણે આખી કાયનાત સાથ હતી
અમે તો બસ કહ્યાજ કર્યુ
એમણે તો બસ સાંભળ્યા જ!!
જાણે વર્ષોની કોઇ વાત હતી
ના કોઇ કોલ, ના કોઇ વાયદા
ના એમણે પુછયુ, ના અમે
આટલી તો સરસ રજુઆત હતી
નામ વગર નો રીશ્તો બાંધ્યો,
અને એને પુરી કરવાની પ્રતિજ્ઞા
આતો કેવી અમારી શાલીનતા હતી?
કોને જોઇએ છે જીદંગી ભરનો સાથ
piyush તો જીવી ગyo એક પળમા
એમના સ્પર્શની તો કરામત હતી
'હા' કે 'ના' નો સવાલ જ કયા છે
જવાબ તો અમે જાણતાજ હતા
બસ,આ મારી છેલ્લી મુલાકાત હતી........
એમની આંખો માં ઇશારા ઘણા હતા
કઈક કહીએ તો કહે છે કે તમે બહુ બોલો છો.
ચુપ રહીએ તો પૂછે છે કે તમે નારાજ છો?
દિલની વાત કેવી રીતે કહીએ?
ઈઝહાર કરીએ છીએ તો કહે છે કે મજાક કરો છો.
ચુપ રહીએ તો પૂછે છે કે તમે નારાજ છો?
દિલની વાત કેવી રીતે કહીએ?
ઈઝહાર કરીએ છીએ તો કહે છે કે મજાક કરો છો.