મારું નામ થશે પ્રખ્યાત જરૂર એ મારા મરણ પછી


મારું નામ થશે પ્રખ્યાત જરૂર એ મારા મરણ પછી
મારા ખુબ વખાણ કરશે જેવો આજ મને વગોવે છે

કહે છે હાથી જીવે તો લાખનો,મરે તો સવા લાખનો
દુનિયા જીવતા ઓની કીમત શું હાથીની જેમ કરે છે?

તેઓ એ ઈસુને ખીલે ખીલે માર્યો ગાંધીને પણ માર્યો
શું મારીનેજ આ દુનિયા સૌને મહાન બનાવે છે?

જીવતો માણસ ડૂબે છે ને એક લાશ તરીને આવે છે
કુદરત પણ જુઓ અહી કેવળ મરેલાને જ તારે છે.

કદર શું કરસે મારા જીવનની ક્યારેય આ જગત
કે જ્યાંનાં લોકોતો કેવળ મરેલાને જ વખાણે છે.

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ'
મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે