લખ
તારા નામ પાછળ નામ મારું
છું તારો, બનાવ મને નસીબ તારું
ન ભૂલ મને, બનાવ મને શ્વાસ તારો
તું બન તોરલ, બનાવ મને જેસલ તારો
...
રહેવું તારી આંખોમાં, બનાવ મને સપનું તારું
ખોલ દ્વાર હૈયાના, વસાવ એમાં જીવન મારું
લે રક્ત, આપ બીજ, વધાર વંશ વ્રુક્ષ મારું
તું નદી, હું સમંદર, કર સમર્પણ તારું
લખ તારા નામ પાછળ નામ મારું
છું તારો, બનાવ મને નસીબ તારું
તારા નામ પાછળ નામ મારું
છું તારો, બનાવ મને નસીબ તારું
ન ભૂલ મને, બનાવ મને શ્વાસ તારો
તું બન તોરલ, બનાવ મને જેસલ તારો
...
રહેવું તારી આંખોમાં, બનાવ મને સપનું તારું
ખોલ દ્વાર હૈયાના, વસાવ એમાં જીવન મારું
લે રક્ત, આપ બીજ, વધાર વંશ વ્રુક્ષ મારું
તું નદી, હું સમંદર, કર સમર્પણ તારું
લખ તારા નામ પાછળ નામ મારું
છું તારો, બનાવ મને નસીબ તારું