દોડાદોડ


કાગડાની કાકા અને કૂકડાની કુકડે કુક
ઉડ્યા સુરજના છાટા અને સૌએ કરી દોડાદોડ
પેપરવાળાની પેપર પહોચાડવા કરી દોડાદોડ
દૂધવાળા એ દૂધ પહોચાડવા માડી દોડાદોડ
કડીયાઓ એ કામ શોધવા આદરી દોડાદોડ
નોકરીયાતે નોકરીએ પહોચવા આદરી દોડાદોડ
દુકાનદારેતો દુકાનને પહોચવા આદરી દોડાદોડ
પાપીઓએ પાપ ધોવા મંદિરે આદરી દોડાદોડ
નવારાઓએ શરીર વધારી અમથી કરી દોડાદોડ
પ્રભુએ આપી પેટ કરાવી સૌને દોડાદોડ.