જો તમે મારા આ સવાલનો જવાબ આપી શકો તો તમને દારૂ પીવાની છુટ છે.
તમે તમારી દીકરીને પરણાવવી હોય અને તમારી પાસે કરિયાવરના પૈસા ના હોય તો એ દારૂ શું કામનો
તમારો દીકરો ભણવામાં હોશિયાર હોય અને તેને ભણવાના પૈસા તમારી પાસે ના હોય તો એ દારૂની મોજ શું કામની
તમારા ઘરડા માં બાપ બીમાર હોય અને તેની દવા કરવા માટેના પૈસા ના હોય તો એ દારૂની આદત શું કામની
અને જો ઉપરના તમામ જવાબો પર કેહતા હોય કે હા અમારી પાસે પૈસા છે તો પણ સાંભળી લેજો
જો તમારી પાસે પૈસા હોય અને તમે તેનો દારૂ પીવાનો જીવ ચાલે પણ તમારી બહેન વાર તહેવારે આવે અને તેને એક કાપડું આપવાનો જીવ નો ચાલે
તો દારૂ પીતો દારૂડિયો શું કામનો
અને ચતા તમે કેહતા હો કે અમે બધું કરી મુક્યું આ દુનિયામાં તો પણ સાંભળી લેજો
તમારી પાસે ગાડી હશે, બંગલો હશે, પૈસા હશે પણ ખાનદાની અને ઈજ્જત ના હોય તો એ માનવીની મર્દાનગીની શું કામની
૨ બોટલ દારૂ પી ને કહે કે મને દારૂ ના ચડે તો સાંભળી લેજો દારૂ પીવો એ મર્દાનગીની નથી પણ કાયારપાનું છે